મગફળીમાં વધુ આંતર ખેડ ના કરતા | Groundnut | Magfali

ખેડૂત મિત્રો 6 થી 8 અને તેનાથી વધુ વખત આંતર ખેડ કરવાથી જમીનમાં રહેલી સફેદ ફૂગ કે જેના કારણે મગફળીનો છોડ નાશ પામતો હોય છે. તો વધુ આંતર ખેડ કરવામાં આવે તો સફેદ ફૂગનો ફેલાવો વધારે પ્રમાણમાં થાય છે. અને મગફળીના વધુ છોડ નાશ પામે છે. ત્યાર પછી ખેડૂત મિત્રો આંતર ખેડ જ્યારે ફૂલ અવસ્થા પછી સુયા અવસ્થાએ કરવામાં આવે તો જમીનમાં દાખલ થયેલા સુયા જમીનમાંથી બહાર નીકળી જાય છે જે ફરી જમીનમાં દાખલ થતાં નથી જેમાં ડોડવા બંધાતો નથી. જેના કારણે ઉત્પાદન ઘટે છે. સાથે ખેડૂત મિત્રો આંતર ખેડ કરવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે ખેતી ખર્ચ પણ વધે છે. માટે ખેડૂત મિત્રો મગફળીના પાકમાં ભલામણ પ્રમાણે ત્રણ વખત હાથ થી નિંદામણ અને ત્રણથી ચાર વખત આંતર ખેડ કરવી જોઈએ. ખેતી લક્ષી અને ઉપયોગી માહિતી માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો #ખેતી #ખેડૂતપુત્ર #ખેડૂત #kheti #ખેતીવાડી #મગફળી #khedut #gujarat #magfali #agriculture #મગફળીનાભાવ

Пікірлер: 2

  • @ravibarad4783
    @ravibarad478310 күн бұрын

    6 થી 8 vakhat

  • @agriart5763

    @agriart5763

    10 күн бұрын

    dbl var khed...

Келесі