મારા પ્રેમી પંખીડા સૌ આવજો હો રામ 🙏 જંગલમાં બાંધી ઝૂંપડી 🛖 Shri Ram

મારા પ્રેમી પંખીડા સૌ આવજો હો રામ 🙏 જંગલમાં બાંધી ઝૂંપડી 🛖 Shri Ram #bhajan
મારા પ્રેમી પંખીડા સૌ આવજો હો રામ,
જંગલ માં બાંધી ઝૂંપડી.....
______🌿🌼🌿______
હા રે કોઈ આવે એને સાથે લાવજો હો રામ.....
સાખી-
નિર્મળ નિર્મળ નીર નાહિયે ને કરીયે અમીરસ પાન ,
મન ભાવતા ભોજનિયાં ને ભજવા શ્રી ભગવાન,
હા રે કાયા પિંજર ને પ્રેમથી પંખાળજો હો રામ.....
મારા પ્રેમી પંખીડા સૌ આવજો હો રામ,
જંગલ માં બાંધી ઝૂંપડી.....
હા રે કોઈ આવે એને સાથે લાવજો હો રામ.....
સાખી-
પ્રેમ વિના પ્રભુ નહિ મળે,ને મુક્તિ નહિ પમાય,
જો હોય પૂરો પ્રેમ તો,વૈકુંઠે જવાય,
હા રે પ્રેમ સાગર માં નાવલા ઝુકાવજો હો રામ.....
મારા પ્રેમી પંખીડા સૌ આવજો હો રામ,
જંગલ માં બાંધી ઝૂંપડી.....
હા રે કોઈ આવે એને સાથે લાવજો હો રામ.....
સાખી-
કોટિક જનમના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર,
ભાવ ધરી પ્રભુ નહિ ભજો તો ધિક ધિક મનુષ્ય અવતાર,
હા રે કોઈ રામ તુંહી રામ તુંહી બોલજો હો રામ....
મારા પ્રેમી પંખીડા સૌ આવજો હો રામ,
જંગલ માં બાંધી ઝૂંપડી.....
હા રે કોઈ આવે એને સાથે લાવજો હો રામ.....
સાખી-
પળ જાયે તે લાખની ફરી નહિ આવે લ્હાવ,
આ અવસર જો ભૂલશો તો ખાશો જમ ના માર,
હા રે દાસ શંકર ની વિનતી છે રામ......
મારા પ્રેમી પંખીડા સૌ આવજો હો રામ,
જંગલ માં બાંધી ઝૂંપડી.....
હા રે કોઈ આવે એને સાથે લાવજો હો રામ.....
જય શ્રી રામ
ધન્યવાદ
🙏
other channel link
/ @rajnivoicegujarati
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер

    Келесі