અમેરિકાના ન્યૂજર્સીમાં છે ગુજરાતીઓની સૌથી વધુ વસ્તી, તેમના પર નવા કાયદાની શું અસર પડશે?

અમેરિકાના ન્યૂ જર્સીમાં ટેમ્પરરી વર્કર્સને કાયદાકીય રક્ષણ આપવાનો કાયદો 07 ઓગસ્ટથી અમલમાં આવી ગયો છે. ન્યૂ જર્સીમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ વસે છે અને નાના- મોટા બિઝનેસ કરીને સ્થાપિત થયા છે. નવા કાયદાથી ગુજરાતી સમુદાયના લોકોને પણ ફાયદો મળશે જેઓ કોઈને કોઈ ઉદ્યોગમાં હંગામી ધોરણે કામ કરે છે અને અત્યાર સુધી તેમને રેગ્યુલર એમ્પલોઈ જેવા રાઈટ્સ પણ મળતા ન હતા. અહીં મોટા ભાગની ઈન્ડસ્ટ્રીમાં કામદારોની હાલત બહુ ખરાબ છે તથા તેમને ઓછા પગારમાં કામ કરાવવાથી લઈને બીજા પણ ઘણા લાભો ન અપાતા હોવાની ફરિયાદો વર્ષોથી થઈ રહી હતી, ત્યારે હવે લાંબી પ્રક્રિયા બાદ સરકારે ટેમ્પરરી વર્કર્સના અધિકારોનું રક્ષણ કરવા માટે કાયદો લાગુ કર્યો છે. નવો કાયદો અમલમાં આવવાથી કામદારોના પગારમાં ભેદભાવ નહીં રહે અને કામકાજની સ્થિતિ પણ વધુ સુરક્ષિત બનશે. એક અંદાજ અનુસાર, ન્યૂજર્સીમાં લાગુ થઈ ગયેલા આ કાયદાને કારણે સવા લાખથી પણ વધુ ટેમ્પરરી વર્કર્સને ફાયદો મળશે. ટેમ્પરરી વર્કર્સ એટલે એવા વર્કર્સ કે જે કોઈ ફેક્ટરી, વેરહાઉસ કે પછી બીજી કોઈ જગ્યાએ કોઈ એજન્સી વતી કામ કરે છે. ન્યૂજર્સીમાં ઘણા અનડોક્યુમેન્ટેડ ગુજરાતીઓ પણ ટેમ્પરરી વર્કર્સ તરીકે કામ કરતા હોય છે, પરંતુ તેમને ઓછા પગારમાં વધુ કલાકો સુધી કામ કરાવાતું હોય છે અને ઘણા કેસમાં તો જગ્યા જોખમી હોય તો પણ ત્યાં તેમને વર્ષો સુધી કામ કરવાની ફરજ પાડવામાં આવતી હોય છે. એટલું જ નહીં, તેમની જોબમાં પણ કોઈ પ્રકારની ના તો સેફ્ટી હોય છે કે ના તો તેમને રેગ્યુલર એમ્પ્લોઈ જેવા ફાયદા મળતા હોય છે. જોકે, કોઈ અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ ભાગ્યે જ કામકાજના સ્થળ પર કરાતા અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત કરે છે.

Пікірлер: 16

  • @dharmendupandya6640
    @dharmendupandya664010 ай бұрын

    Very useful Sharing. Thank You for Sharing.

  • @jayashreesuthar5774
    @jayashreesuthar577410 ай бұрын

    Thanks 🙏🙏🙏🙏🙏Jay.swamenaryan

  • @kashyapshah1487
    @kashyapshah148710 ай бұрын

    Saru

  • @bharatbhagat9075
    @bharatbhagat907511 ай бұрын

    Very nice

  • @prince-rb5vz
    @prince-rb5vz10 ай бұрын

    how to reach out you guys i have some good information & i will pay the cost

  • @sarojpatel2116
    @sarojpatel211610 ай бұрын

    Most of them don’t want to show their income and not get taxed !!!

  • @govindlimbachia6353
    @govindlimbachia635310 ай бұрын

    અનડોક્યુમેન્ટ માટે કાયદો બનાવ્યો પરંતુ ટેક્સ રીટર્ન માટે Social security card મળે? તેવુ કાયદામા છે?

  • @dharmendupandya6640

    @dharmendupandya6640

    10 ай бұрын

    Good query from you.

  • @harshkaraoke9712
    @harshkaraoke971211 ай бұрын

    Aa kyare thayu ??😢 New jersey ma Rahu chu

  • @kenp8050
    @kenp805010 ай бұрын

    We need this type of laws in Gujarat .Do temples pay minimum wages to workers😂?

  • @ramanlalpatel6728
    @ramanlalpatel672810 ай бұрын

    Are bharat vapis aa jao. Adhi roti botake khayege.

  • @jayeshmistry8266
    @jayeshmistry826611 ай бұрын

    Fack news

  • @alkapatel7759
    @alkapatel775910 ай бұрын

    Wrong che

  • @rajeshkumarpatel6006
    @rajeshkumarpatel600611 ай бұрын

    Very nice

Келесі