વિશ્વંભરી સ્તુતિ 2023 || Vishavambhari Stuti || Viral's kirtan||Vishvambhari Stuti 2023

Музыка

@viral's kirtan
વિશ્વંભરી સ્તુતિ 2023 ||Vishavambhari Stuti || viral's kirtan||Vishavambhari Stuti 2023
#Vishavambhari Stuti
#Vishavambhari Stuti 2023
#bhagavati bhav shukh kapo
#Ma bhagavati ni stuti
#gujrati stuti
#Ma ni stuti
#ગુજરાતી stuti
#Vishavambhari Stuti
#vishavambhari Stuti gan
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા
વિદ્યા ઘરી વદન માં વસજો વિધાતા
દુર્બુદ્ધિ ને દુર કરી સદબુદ્ધિ આપો
મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
ભૂલો પડી ભવરણે ભટકું ભવાની
સુઝે નહિ લગીર કોઈ દિશા જવાની
ભાસે ભયંકર વળી મનના ઉતાપો
મામ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
આ રંક ને ઉગરવા નથી કોઇ આરો
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો
ના શુ સુનો ભગવતી શિશુ ના વિલાપો
મામ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
માં કર્મ જનમ કથની કહેતા વિચારું
આ સૃષ્ટિ માં તુજ વિના નથી કોઇ મારું
કોને કહું કઠણ યોગ તણો બળાપો
મામ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો
આડંબર અતિ ઘણો મદથી બકેલો
દુષો થકી દૂષિત ના કરી માફ પાપો
મામ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
ના શાસ્ત્ર નાં શ્રવણ નું પય પાન કીધું
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું
શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો
મામ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
રે રે ભવાનિ બહુ ભૂલ થઈ જ મારી
આ જિંદગી થઇ મને અતિશે અકારી
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો
મામ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
ખાલી નહિ કોઈ સ્થળ છે વિણ આપ ધારો
બહમંડમાં અણું અણું મહીં વાસ તારો
શક્તિ ન માપ ગણવા અગણિત માપો
મામ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
આપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો
ખોટો ખરો ભગવતી પણ હું તમારો
જડ્યાધકર દૂર કરી સદબુદ્ધિ આપો
મામ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
શીખે સુને રસિક છંદ જ એકચિત્તે
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો
મામ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
શ્રી સદગુરુ શરણમાં રહીને યજૂ છું
રાત્રી દીને ભગવતી તુજને ભજું છું
સદભક્ત સેવક તણા પરિતાપ ચાંપો
મામ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મુ ડાની
સંસાર માં સકળ રોગ સમૂળ કાપો
હે માત કેશવ કહે તવ ભક્તિ આપો
મામ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

Пікірлер

    Келесі