ભક્તની કસોટી કરવા અવધુત આવ્યા જલાની આંગણે 🙏 ||👇 લખેલું છે ||avdhut aavya jalane angade

ભક્તની કસોટી કરવા અવધુત આવ્યા જલાની આંગણે 🙏 ||👇 લખેલું છે ||avdhut aavya jalane angade
અવધૂત આવ્યા જલા ને આંગણે
ભગવાન આવ્યા ભેખધારી રે અવધૂત આવ્યા......
કરજોડી ને જલો ઉભા રહ્યા,
આસન આપ્યા છે તેને બેસવા,
કહો પ્રભુ શું કરું મેંમાની રે અવધૂત આવ્યા......
જલા સામે જોઈને જગદીશ બોલિયાં,
જાવા દે ને જલા તારી વાત રે અવધૂત આવ્યા......
અમારા બોલેલા વચન નહીં પળે ,
હું રે માંગુ તો મારા મન ડગે,
જલા મારે જોઈએ તારી નાર રે અવધૂત આવ્યા......
વીરબાઈ ને લઈને જલો આવ્યા,
વીરબાઈ તો બોલ્યા મીઠા વેણ રે અવધૂત આવ્યા......
સાધુ સ્વરૂપે જગદીશ બોલિયાં,
આપી દે ને જલા તારી નારી રે અવધૂત આવ્યા......
કર જોડી ને જલો બોલિયાં,
જેવી પ્રભુ આશા તમારી રે અવધૂત આવ્યા......
જલાએ સતીને કર્યા સાબદા,
જાવ સતી સાધુ ના સંગાથે રે અવધૂત આવ્યા......
સાધુની પાછળ સતી ચાલીયા,
નમન કરે છે જલારામ રે અવધૂત આવ્યા......
સીમાડે જઈને સાધુ ઉભા રહ્યા,
જોલી ને ડંડો દીધા હાથ રે અવધૂત આવ્યા......
ધોકા નું ધ્યાન તમે રાખજો,
જોળી ની લેજો ને સંભાળ રે અવધૂત આવ્યા......
નમન કરીને સાધુ ચાલીયા,
ભગવાન ભાગ્યા ભેખધારી રે અવધૂત આવ્યા......
ધન્ય ધન્ય સતી વીરબાઈ ને,
ધન્ય ધન્ય સંત જલારામ રે અવધૂત આવ્યા......
સાધુ ના વેશે જગદીશ આવિયા,
સતી રે વીરબાઈ ને તારવા ,
લાવ્યા છે કાંઈ સામૈયા શણગારી રે અવધૂત આવ્યા......
રિદ્ધિ સિદ્ધિ ઉતારી છે આંગણે,
ગંગા જમના પાણીડાં ની હાર રે અવધૂત આવ્યા......
ગુરુના પ્રતાપે ભોજલ બોલિયાં,
ધન્ય ધન્ય સતી નો અવતાર રે અવધૂત આવ્યા.....
નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#prakriyavoice
#અવધૂતઆવ્યાજલાનેઆંગણે
#સીતાજીનીવેદનાગવાય
#રામદેવપીરનુંપ્રાગટ્ય
#અષાઢીબીજસ્પેશિયલ
#હનુમાનભજન
#યમુનાજીનુંઘરચોળું
#ઓખાહરણ
#શિવભજન
#દ્વારકાધીશભજન
#હેમંતચૌહાણનાભજન
#કૃષ્ણભજન
#રામભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
#gujaratibhajan
#bhaktigeet
#bhajan-kirtan-satsang
#kirtan
#bhavnabhajan
#bhaktiaahir
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન_નિમાવત
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 3

  • @GeetGujju
    @GeetGujju23 күн бұрын

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ કીર્તન🙏👌

  • @kanchanmamandal
    @kanchanmamandal24 күн бұрын

    ખુબજ સરસ ગાયું જય માતાજી 👌🙏 જય શ્રી કૃષ્ણ 👌🙏

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal107724 күн бұрын

    જય જલારામ 🎉🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

Келесі