શું તમે જાણો છો ફ્રી ડાઈવિંગની રાષ્ટ્રીય વિજેતા ગુજરાતી યુવતિ છે? | Smruti Mirani | Navi Savar

ગુજરાતીઓને દરિયા સાથે ઘર જેવો સંબંધ છે. ગુજરાતના કોઈ પણ પ્રદેશમાંથી એક ઠેકડો મારો એટલે સીધા દરિયા કિનારે પડો. કેટલા ગુજરાતી યુવાનો દરિયારોહણ કરે છે ? ગુણવંતરાય આચાર્ય કે ધ્રુવ ભટ્ટને વાંચીને દરિયા માટે આદર અને પ્રેમ થાય અને દરિયાને બાથમાં લેવાનું પણ મન થાય. જોકે એમાં જોખમ છે. છાતીમાં જોર હોય તો એવું પરાક્રમ થાય. અમદાવાદમાં રહેતી સ્મૃતિ મિરાની નામની યુવતિએ આવું પરાક્રમ કર્યું છે. સ્કૂબા ડ્રાઈવિંગ અને ફ્રી ડાઈવિંગ એ દરિયાની બે રમત છે. ગુજરાતની ગોરવવંતી દીકરી સ્મૃતિએ ઑક્સિજન વિના શ્વાસ રોકીને 43 મિટર દરિયામાં જઈને વિક્રમ સર્જ્યો છે. આ રાષ્ટ્રીય વિક્રમ છે. હવે તે ફિલિપાઈન્સ વિશેષ તાલીમ લેવા જવાનું આયોજન કરી રહી છે. આ વીડિયો ખરેખર આપણી છાતીનું માપ વધારનારો છે કારણ કે એક ગુજરાતી દીકરીએ સાગરને માપ્યો છે. આ સાગરકન્યાને સલામ અને અભિનંદન. તમે instagram પર તેમના વિશે વધુ જાણી શકશો.
'પૉઝિટિવ સ્ટોરીઝ’ એ અભિયાન છે સમાજમાં જેટલું પણ, જ્યાં પણ સારું થઇ રહ્યું છે એને લોકો સુધી પહોંચાડવાનું.
લેખક અને પત્રકાર રમેશ તન્નાએ સમાજમાં ફરી ફરીને આવી આપણી આસપાસની પૉઝિટિવ સ્ટોરીઝ શોધી અને એ સ્ટોરીઝના દસ પુસ્તકો થયાં. પુસ્તક વિશેની વધારે વિગત માટે નીચેની લિંક પર ક્લિક કરવાથી મળશે.
લિંક: drive.google.com/file/d/19Ad1...
પૉઝિટિવ સ્ટોરીઝ શ્રેણીનાં દસ પુસ્તકો ઘરે બેઠાં મેળવવા WhatsApp કરો: 88496 09083
Video shot and edited by: Harsh Dhakan
લેખકનો પરિચય: રમેશ તન્ના પત્રકાર, સંપાદક, લેખક, વક્તા અને સમાજસેવક છે.
પહેલી ડિસેમ્બર, 1966ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં તેમનો જન્મ. માતા પ્રભાબહેન પાસેથી માતૃભાષા તથા સંવેદના, પિતા પ્રભુરામ પાસેથી ઉદારતા તથા સરળતા અને ગામ અમરાપુર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો તેમણે ઝીલ્યો. બી.કૉમ થયા પછી તેમણે પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ પત્રકારત્વ વિષયમાં પારંગત (માસ્ટર) થયા. અહીં જ તેમણે બે વર્ષ પત્રકારત્વ વિભાગમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. સ્વતંત્ર રહીને સમાજ ઉપયોગી લેખન કરવાના પ્રયોજન સાથે તેમણે નોકરી છોડી. વિવિધ અખબારોમાં મુક્ત રીતે લખતા રહ્યા. થોડાં વર્ષો જીવનસાથી અનિતા જતકર સાથે 'અમદાવાદ ટુડે' સાપ્તાહિક અને 'સંગોષ્ઠિ ફીચર્સ એજન્સી'નું સંચાલન કર્યું. 1999થી 2013 સુધી, ચૌદ વર્ષ તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'માં મનવાસ ભોગવ્યો. અહીં તેમણે પત્રકાર, પૂર્તિ-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી. આદર્શ અને સત્ત્વશીલ સામયિકનું સર્જન કરવામાં તેઓ સફળ રહ્યા. સને 2013થી તેઓ મુક્ત રીતે લેખન કરે છે. ગુજરાતી ભાષામાં તેઓ પૉઝિટિવ પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. તેઓ 1990થી સમાજોપયોગી, વિકાસલક્ષી અને વિધેયાત્મક લેખન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે 2013થી પૉઝિટિવ પત્રકારત્વનો પ્રારંભ કર્યો જેને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો. તેમનાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો સમાજમાં હકારાત્મકતા પ્રસારી રહ્યાં છે. તેની 55,000 પ્રતનું વેચાણ થયું છે.
Facebook: / ramesh.tanna.5
#PositiveStorieswithRameshTanna #RameshTanna #FOGAUSA
© All rights reserved with RAA Positive Media Private Limited 2024

Пікірлер: 5

  • @natubhaithakkar2876
    @natubhaithakkar287622 күн бұрын

    વાહ ખૂબ ખૂબ અભિનંદન

  • @javnikavyas3577
    @javnikavyas357716 күн бұрын

    Congratulations beta

  • @jignathakkar2542
    @jignathakkar254223 күн бұрын

    Proud of you beta🎉

  • @prachitrivedi5538
    @prachitrivedi553823 күн бұрын

    Proud of you Smrutididi❤🎉🎉

Келесі