શ્રી રણછોડરાય નો મહિમા...’રામભક્ત’ જે કરશે પાઠ નાથ ઝાલશે તેનો હાથ...Ranachhod Rai Bhavibi 👇 છે

રણછોડરાય નો મહિમા...’રામભક્ત’ જે કરશે પાઠ નાથ ઝાલશે તેનો હાથ...Ranachhod Rai Bhavibi 👇 છે
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલા લેર ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#શ્રીરણછોડરાયનીબાવની
#રણછોડરાયનુંભજન
#રણછોડરાયનુંમહિમા
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
રણછોડ તું રંગીલો નાથ,
વિશ્વ સકળ તારો સાથ
____🌷🏵️🌷____
ભૂમિ કેરો હરવો ભાર,
જગમાં પ્રગટ્યો વારંવાર
જન્મ ધર્યો તેં કારાગાર,
જગતમાં કરવા ચમત્કાર
કંસરાયને થાયે જાણ
તેથી કીધું તરત પ્રયાણ
ગોકુળમાં જઈ કીધો વાસ,
નંદ જશોદાજીની પાસ
વર્ણન કરતા ના’વે પાર
એવી તારી લીલા અપાર
ગોવાળોની સાથે જાય,
ગાય ચરાવી રાજી થાય
છાનો ગોરસ લૂંટી ખાય,
પકડાતાં છટકી જાય
ગોપીકાનાં ચોર્યા ચિત્ત,
સૌના ઉપર સરખી પ્રીત
બંસી કેરો સૂર મધૂર,
સૂણનારા થાયે ચકચુર
શરદ પુનમની આવે રાત,
સૌનો હૈયે થાય પ્રભાત
વ્રજવનિતા છોડે આવાસ,
દોડી આવે રમવા રાસ
તારલિયા ચમકે આકાશ,
ચાંદલીયાને પૂર્ણ પ્રકાશ
દાનવ કેરો જ્યાં જ્યાં ત્રાસ,
પળમાં જઈને કીધો નાશ
પટકી માર્યો મામો કંસ
રહ્યો ન જગતમાં તેનો વંશ
કૌરવોને કીધા તંગ
પાંડવોનો રાખી સંગ
અર્જુનને તેં દીધો બોધ,
જ્ઞાનામૃતનો વરસ્યો ધોધ
યુધ્ધ તજીને કીધી દોડ,
નામ પડ્યું રણછોડરાય
દ્વારિકામાં કીધો વાસ
ધર્મ ધજા ફરકે ચોપાસ
ગુજરાતે એક ડાકોર ગામ,
ભક્ત થયો બોડાણો નામ
પત્ની જેની ગંગાબાઈ
તે પણ ભક્તિમાં રંગાઈ
હરતાં ફરતાં ગાયે ગાન
મેળવવા ચાહે ભગવાન
તેવામાં એક આવ્યો સંઘ
રેલાયો ભક્તિનો રંગ
યાત્રાળુઓ દ્વારિકા જાય,
બોડાણો તેમાં જોડાય
ગોમતીજીમાં કીધું સ્નાન
ભાવે નિર્ખ્યા શ્રી ભગવાન
છ માસે આવીશ હું ધામ
ટેક એવી લીધી નિષ્કામ
તુલસી વાવી કાયમ જાય,
પ્રભુને અર્પી રાજી થાય
સહન કરે એ કષ્ટ અમાપ
ભલે પડે ઠંડી કે તાપ
વૃદ્ધ થયો પણ હૈયે હામ
અવિચળ શ્રદ્ધા આઠે જામ
સિત્તેર વર્ષ વિત્યા છે એમ
ત્યારે પૂરણ થઈ છે નેમ
બોડાણો જીત્યો છે દાવ,
પ્રભુના હૈયે પ્રગટ્યો ભાવ
હવે લાવજે ગાડું સાથ,
બોલ્યો વિશ્વસકળનો નાથ
ખડખડતી લીધી છે વેલ
વૃદ્ધ થયેલા જોડ્યા બેલ
ગંગાબાઈએ દીધી વિદાય,
બોડાણો હરખાતો જાય
બોડાણાને રાતો રાત
મૂક્યા દ્વારિકાની વાટ
દર્શન કરતાં કહે છે નાથ,
ગાડું લાવ્યો છું સાથ
ગુગળીઓ મનમાં વ્હેમાય,
ભક્ત પ્રભુને ના લઈ જાય
માર્યા તાળાં મજબૂત દ્વાર
રાત પડીને વાગ્યા બાર
વ્હાલો નીકળી નાઠો બહાર,
વેલ તરત કીધી તૈયાર
ગાડું હાંકે જગતધાર
કહો પછી શું લાગે વાર
ઉમરેઠ પકડી લીમડા ડાળ
મીઠી થઈ તે તત્કાળ
વ્હાણું વાયું વીતી રાત
ડાકોર માંહે થયું પ્રભાત
ગંગાબાઈએ નિરખ્યો નાથ,
ઉર ઉમકળે જોડ્યા હાથ
ડાકોર વરત્યો જય જયકાર,
દ્વારિકામાં હાહાકાર
દ્વારિકાના રાજાની સાથ
ગુગળી લેવા આવ્યા નાથ
ભગત સામે લેવા જાય,
માર્યો ભાલે મૃત્યુ થાય
ભાવિકોના દિલ દુઃખાય
બદલો લેવા સામા ધાય
ગંગાબાઈએ ધીરજ ધરી,
વ્હાલમજીએ વિપત્ત હરી
ગુગળી સોનુ લેવા ધાય,
વ્હાલો વાળીએ તોળાય
રીઝ્યો વિશ્વસકળનો ભૂપ
મનસુખરામનું લીધું રૂપ
સંત પુનિતને દીધી હામ
પુરણ કીધાં સઘળા કામ
’રામભક્ત’ જે કરશે પાઠ
નાથ ઝાલશે તેનો હાથ
સાખી
પૂર્ણિમાએ પ્રેમથી ડાકોર દર્શન જાય
રામભક્ત તે પુનિત બને,
કારજ સઘળા થાય...
શ્રી રણછોડરાય ની જય
દ્વારકાધીશ ની જય
ધન્યવાદ
🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер

    Келесі