'રોકાણ જગત' અનેક પડકારો અને તકોથી ભરેલું છે - Pradipbhai Kanani, Market Hub વિચારોનું વાવેતર - 61 TT

Ойын-сауық

"વર્તમાન સમય પૈસાનું ઝાડ વાવવાનો આ શ્રેષ્ઠ સમય છે"-પ્રદીપ કાનાણી
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખી દર ગુરુવારે નવા વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા.: ૧૬મી મે,૨૦૨૪ ગુરુવારે યોજાયેલ ૬૧માં થર્સ-ડે થોર્ટ્ કાર્યક્રમમાં
માર્કેટ હબના ફાઉન્ડર શ્રી પ્રદીપ કાનાણી એ ભારતીય અર્થવ્યવસ્થા હાલ રોકાણ માટે વધુ સાનુકુળ છે. થયેલ બચત કે આવક માંથી થોડી રકમ જો કોઈપણ ક્ષેત્રે રોકાણ કરવામાં આવશે તો ઝડપથી સંપત્તિનું સર્જન થઈ શકે તેમ છે. ભારતમાં લોકોની માનસીકતા બદલાણી છે. લોકો શેરમાં, મ્યુચુઅલ ફંડ અને સોનામાં મોટે પાયે રોકાણ કરી રહ્યા છે. પરંતુ, રોકાણ જગતમાં અનેક પડકારો છે. એટલે યોગ્ય માર્ગદર્શન અને અભ્યાસ પછી જ રોકાણ કરવું જોઈએ. જેટલા પડકારો છે તેટલી વિપુલ કમાણીની તક પણ છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાતોરાત પૈસાદાર થવાતું નથી તે માટે ધીરજ જોઈએ તથા થોડી જાણકારી હોવી જોઈએ તો રોકાણનો મહત્તમ લાભ મળી શકે છે. વધુ વ્યાજની લાલચમાં મોટાભાગના લોકોના નાણા ડૂબતા હોય છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. સરકારશ્રી ની સોવરીન ગોલ્ડ યોજના પણ રોકાણ માટે ખૂબ સારી છે. રોકાણ જ માણસને શ્રીમંત બનાવે છે.#investing
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZread : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222

Пікірлер: 3

  • @ashokbhaisatani1848
    @ashokbhaisatani1848Ай бұрын

    Very good 👍

  • @vishalmokani2115
    @vishalmokani2115Ай бұрын

    Good information 👍

  • @natvarlalchanchad6388

    @natvarlalchanchad6388

    Ай бұрын

    Good information

Келесі