શ્રીજી સૃષ્ટિ ના તારણહાર ... ||સ્વામીનારાયણ કીર્તન||Shreeji Srushti Na Taran Har || લખેલું છે

Музыка

‪@Viralskirtan‬
શ્રીજી સૃષ્ટિ ના તારણહાર....||Shreeji Srushti Na Taran Har ||swaminarayan kirtan
કિર્તન નીચે લખેલું છે
શ્રીજી સૃષ્ટિ ના તારણહાર એને તમે ઓળખી લ્યો
જુઓ આકાશે વાદળો ક્યાંથી આવ્યા
તેમાં નીર અમૃત જેવા કોને પૂર્યા
એ તો વૃષ્ટિ નો વરસાવ નર.....એને તમે ઓળખી લ્યો
શ્રીજી સૃષ્ટિ નાં તારણ હાર એને તમે ઓળખી લ્યો
જુઓ જન્મ પહેલાં સાવધાન કોને કર્યા
હાડ રુધિર વચ્ચે દૂધ કોને પૂર્યા
એને ચિંતા છે અપરંપાર......એને તમે ઓળખી લ્યો
શ્રીજી સૃષ્ટિ નાં તારણ હાર એને તમે ઓળખી લ્યો
જુઓ પાણી પરપોટા નું પૂતળું બન્યું
એમાં ઝાકળનાં જળ જેવું બિંદુ થયું
એમાં ઊંડે બેસી ઘડનાર.....એને તમે ઓળખી લ્યો
શ્રીજી સૃષ્ટિ નાં તારણ હાર એને તમે ઓળખી લ્યો
જુઓ નાળિયેરીના ઝાડ ઘણા ઊંચે દેખાય
એના ફળ માં ત્રણ ત્રણ પડદા દેખાય
એમાં મીઠા પાણીનો પૂરનાર.....એને તમે ઓળખી લ્યો
શ્રીજી સૃષ્ટિ નાં તારણ હાર એને તમે ઓળખી લ્યો
જુઓ મોરપીંછ માં રંગ કોને પૂર્યા
વળી કીડી ના આંતરડા કોણે ઘડ્યા
એ તો જીની કળાનો જાણનાર....એને તમે ઓળખી લ્યો
શ્રીજી સૃષ્ટિ નાં તારણ હાર એને તમે ઓળખી લ્યો
રામ ભક્તો દેખી ને મારું હૈયું હરખાય
શ્યામ ભક્તો દેખી ને મારું હૈયું હરખાય
શ્રીજી ભક્ત વત્સલ ભગવાન ......એને તમે ઓળખી લ્યો
શ્રીજી સૃષ્ટિ નાં તારણ હાર એને તમે ઓળખી લ્યો
#કીર્તન
#swaminaraya kirtan
#swaminaraya NVA kirtan
#swaminaraya ras grba
#kirtan
#gujrati kirtan
#Letest gujrati bhajan
#most popular gujrati bhajan
#gujrati geet
Pliz likes and shares and subscribe 👍

Пікірлер

    Келесі