નવ કરશો આ જીવનનો સંગાથ.... જીવ તો ચાલ્યો જશે... Bhaji liyo🙏 Radheshyam new

નવ કરશો આ જીવનનો સંગાથ.... જીવ તો ચાલ્યો જશે... Bhaji liyo🙏 Radheshyam new #bhajan
નવ કરશો આ જીવનો સંગાથ
જીવ તો ચાલ્યો જશે
_____🌼🏵️🌼_____
માટે ભજી લ્યો રાધે શ્યામ
જીવ તો ચાલ્યો જશે
પગે ચાલીને તીરથ કરવા રે જાવ
મુખે નારાયણના ગુણ ગાતા રે જાવ
તમે દેહનું કરો કલ્યાણ
જીવ તો ચાલ્યો જશે...
નવ કરશો આ જીવનો સંગાથ
જીવ તો ચાલ્યો જશે
માટે ભજી લ્યો રાધે શ્યામ
જીવ તો ચાલ્યો જશે
તમે જાતે કરી લ્યો પુણ્ય અને દાન
મોહ માયા મૂકી હવે ભજો ભગવાન
કાને સુણજો કથા ને કીર્તન
જીવ તો ચાલ્યો જશે...
નવ કરશો આ જીવનો સંગાથ
જીવ તો ચાલ્યો જશે
માટે ભજી લ્યો રાધે શ્યામ
જીવ તો ચાલ્યો જશે
આંખે જોવું તમારે શું શું ઘટે
જેમાં ઈશ્વરના દર્શનની આશા વધે
માથું નમન કરે વારંવાર
જીવ તો ચાલ્યો જશે...
નવ કરશો આ જીવનો સંગાથ
જીવ તો ચાલ્યો જશે
માટે ભજી લ્યો રાધે શ્યામ
જીવ તો ચાલ્યો જશે
સાધુ બ્રાહ્મણને ગાયોની સેવા કરો
જીવ માત્ર ઉપર અમીદ્રષ્ટિ ધરો
થાશે થાશે વૈકુંઠમાં વાસ
જીવ તો ચાલ્યો જશે...
નવ કરશો આ જીવનો સંગાથ
જીવ તો ચાલ્યો જશે
માટે ભજી લ્યો રાધે શ્યામ
જીવ તો ચાલ્યો જશે
તમે જુવાનીના જોરે વખત વરતી
આત્માને રોકવાને કરો આરતી
તેમાં આત્માનુ થાશે કલ્યાણ
જીવ તો ચાલ્યો જશે...
નવ કરશો આ જીવનો સંગાથ
જીવ તો ચાલ્યો જશે
માટે ભજી લ્યો રાધે શ્યામ
જીવ તો ચાલ્યો જશે
બાળપણને યુવાનીમાં શું શું કીધું
નથી પુણ્ય કેરુ તમે ભાથુ ભર્યું
હવે ઘડપણમાં કાંઈ નવ થાય
જીવ તો ચાલ્યો જશે...
નવ કરશો આ જીવનો સંગાથ
જીવ તો ચાલ્યો જશે
માટે ભજી લ્યો રાધે શ્યામ
જીવ તો ચાલ્યો જશે
લેજો સીતારામ નારાયણ ના નામ
જીવ તો ચાલ્યો જશે....
નવ કરશો આ જીવનો સંગાથ
જીવ તો ચાલ્યો જશે
માટે ભજી લ્યો રાધે શ્યામ
જીવ તો ચાલ્યો જશે
જય શ્રી કૃષ્ણ
ધન્યવાદ
🙏
other channel link
/ @rajnivoicegujarati
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер

    Келесі