મને માંગેલી છાશ નો ભાવે..... દુજાણા દેજો દીના નાથ......

મને માંગેલી છાશ નો ભાવે..... દુજાણા દેજો દીના નાથ...... #ભક્તિમાંલીલાલેરછે લખેલું છે
other👇 channel link
_____________
/ @rajnivoicegujarati
____________
મને માગેલી છાંશ નો ભાવે
દૂઝાણા દેજો દીના નાથ...
કોઈ દિન આપે ને કોક દિન નો આપે
હારે મને ડેલી એથી પાછી વાળી...
દૂઝાણા દેજો દીના નાથ...
મને માગેલી છાંશ નો ભાવે
દૂઝાણા દેજો દીના નાથ...
હરખે હરખે હું તો છાશ લેવા ચાલી
છાશની ના મને પાડી દૂઝાણા દેજો દીના નાથ...
મને માગેલી છાંશ નો ભાવે
દૂઝાણા દેજો દીના નાથ...
નંદના કુવરે મને ગાય ગોતી આપી..
હારે મેં તો હરખી થી ખીલે બાંધી લીધી...
દૂઝાણા દેજો દીના નાથ...
મને માગેલી છાંશ નો ભાવે
દૂઝાણા દેજો દીના નાથ...
ઈ રે ગાયને મે તો નીરણ નાઈખી...
હારે મેં તો પ્રેમેથી થી પાણીડા પાયા...
દુઝાણા દેજો દીનાનાથ...
મને માગેલી છાંશ નો ભાવે
દૂઝાણા દેજો દીના નાથ...
સાંજ પડી ને હું તો ગાય દોવા બેઠી
હા રે મેં તો સામસામી છેડુ ફોઈડી...
દુઝાણા દેજો દીનાનાથ...
મને માગેલી છાંશ નો ભાવે
દૂઝાણા દેજો દીના નાથ...
સવાર પડીને હું તો વહેલી રે ઉઠી...
વહેલી ઉઠીને મેં તો ગોરસ રેળીયા...
હારે મેં તો સોનાની રવાયું મેલી
દુઝાણા દેજો દેના નાથ...
મને માગેલી છાંશ નો ભાવે
દૂઝાણા દેજો દીના નાથ...
હું રે નાની ને મારો રવૈયો મોટો...
હારે બેની મારા થી છાંશ નો ફરે...
દુઝાણા દેજો દીનાનાથ...
મને માગેલી છાંશ નો ભાવે
દૂઝાણા દેજો દીના નાથ...
સવાર થઈને કાન ઘેરે આવ્યા...
હા રે અમે સામા સામા નેત્રા તાણ્યા...
દુઝાણા દેજો દીનાનાથ...
માખણ ઉતારી મેં તો કાના ને આઇપુ...
હા રે પ્રભુ માખણ જમી ઘેર જાજો...
દુઝાણા દેજો દેના નાથ...
મને માગેલી છાંશ નો ભાવે
દૂઝાણા દેજો દીના નાથ...

Пікірлер

    Келесі