Best Gujarati Bhajan- સ્વર્ગની નિસરણી (નીચે લખેલુ છે) - Jiv-Daya nu Geet-સ્વર્ગની સીડીના સાત પગથિયાં

Музыка

Welcome to my KZread channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
=========== સ્વર્ગની નિસરણી =========
ધન ધન રે આજ ધારણ ધરિયા , દયા કરી મંદિરિયે આવો રે રામ
ધર્મરાજા ધર્મપુરીમાં બેઠા, વૈષણવની વાતું કરે રે રામ
પાપી પાખંડીને બાંધીને લાવો, વૈષ્ણવની રક્ષાયું કરીયે રે રામ
એમ કહીને ચાર જમડા ચાલ્યા, મૃત્યુ લોકમાં આવ્યા રે રામ
પાપી પાખંડીને અમે ઓળખીયે, વૈષ્ણ્વજન કેમ ઓળખીયે રે રામ
સવારના પોરમાં નાહવુને ને ધોવું, દાનને પુણ્ય કાઈ કરે રે રામ
એવા ઇંધાણે વૈષ્ણવ જાણવા, પાપી ચંડાળ બાંધી લાવો રે રામ
એમ કરીને ચાર જમડા ચાલ્યા, રાજાના મહેલમાં ગયા રે રામ
પેહલો કહે હું તો તાવ જ થઈશ, રાજાના હાડમા બેસું રે રામ
બીજો કહે હું તો વૈદ્ય રે થઈશ, રાજાની નાડી તપાસું રે રામ
ત્રીજો કહે હું તો જોશીડો થઈશ, રાજાના જોશ જોવું રે રામ
ચોથો કહે હું શેઠિયો થઈશ, બજારે હાટ હું તો માંડું રે રામ
એમ કહીને એક જમડો ચાલ્યો, રાજાના હાડમાં બેઠો રે રામ
વૈદરાજ તમે અહીંયા રે આવો, રાજાની નાડીને તપાસો રે રામ
તાવ રે તરિયો એકાતરિયો, ચોથો તે ટાઢિયો આવ્યો રે રામ
એમ કહીને એક પડીકી રે આપી, ત્યાંતો રાજાના પ્રાણ હરી લીધા રે રામ
જતા રે જીવને કોઈએ ન રોક્યો, પલમાં દેહ એનો પડ્યો રે રામ
સગાને વ્હાલા સૌ ટોળે વળ્યાં છે, અંગતના સગા પાસે બેઠા રે રામ
લીલુડા વાંસની પાલખી મંગાવો, ઊંચકનાર ચાર આવે રે રામ
ચાર જણા રે એની સાથે રે ચાલે, ચારેયે પાલખી ઉપાડી રે રામ
ચોરા સુધી તેને સહુ રે વળાવે વાલા, વળાવી પછી પાછા આવે રે રામ
પાછું વાળીને જીવ શું રે જોવે છે, ક્યાં રે ગયા તારા સાગા વ્હાલા રે રામ
કોરા રે લોટનો લાડવો રે તારો, ખોખરી દોણી સાથે આવે રે રામ
પેલું પગથિયું પ્રાણી જેમ તેમ ચાડિયો, બીજે પગથિયે ભાલા દીઠા રે રામ
ભાલા દેખીને જીબ થર થર ધ્રૂજે, ડૂસકે ને ડૂસકે રોવે રામ
આરે ભાલામાં હવે કેમ રે ચાલશે, હવે તો શી ગતિ થાશે રે રામ
ભલો રે જીવડો આ જીવને રે પૂછે, શું રે કર્યા દાન પુણ્ય
નથી રે કર્યા મેતો દાન કે પુણ્ય, દયાનો માર્ગ ભુલ્યો રે રામ
મને શું ખબર આગળ વિપત પડશે, જમડા તો ખુબ માર મારે રે રામ
બીજું પગથિયું પ્રાણી જેમ તેમ ચડ્યો, ત્રીજે પગથિયે ગોખરુ દીઠા રે રામ
આરે ગોખરુમાં હવે કેમ રે ચલાશે, હવે તો શી ગતિ થાશે રે રામ
જો રે કર્યા હોઈ ચપ્પલના દાન તો, પ્રાણીને પાર ઉતારે રે રામ
વારી વારીને મને શું રે પૂછો છો, નથી કર્યા મેં દાન કે પુણ્ય રે રામ
ભલા જમળાને દયા રે આવી, જુના જોડો લઇ આવી દીધો રે રામ
ભૂંડા જમળાની નજરે ચડ્યો, ધોલો મારીને કાઢી લીધો રે રામ
દેવના ચોર તને ઘણું દીધું તું, ઉત્તમ દેહ તને દીધો રે રામ
ફરી ફરીને અવતાર પાછો નય આવે, લખ ચોરાસીમાં પડશો રે રામ
ત્રીજું પગથિયું પ્રાણી જેમ તે ચાડિયો, ચોથે પગથિયે ભૂખ લાગી રે રામ
આ રે ભૂખમાં કેમ રે ચલાશે, હવે તો શું ગતિ થાશે રે રામ
જુવોને પેલા અન્નના ભંડાર ભરિયા, તેમાંથી શેર અનાજ આપો રે રામ
સો રે વરસ સુધી ખુબ કમાયો, ઊંધે મસ્તકે કામ કર્યું રે રામ
લાખોપતિ રે ભાઈ તુંતો કહેવાતો, વહાણ ઘેરે તારે ચાલતા રે રામ
તેમાંથી કાઈ તારે હાથે દીધું હોઈ તો, પ્રાણીને પાર ઉતારે રે રામ
ચોથું પગથિયું પ્રાણી જેમ તેમ ચડ્યો, પાંચમે પગથિયે રુધિર જોયા રે રામ
આરે રુધિરમાં હવે કેમ રે ચલાશે, હવે તો શી ગતિ થાશે રે રામ
જો રે દીધા હોઈ ગાયુંના દાનતો, પ્રાણીને પાર ઉતારે રે રામ
નથી કર્યા રે મેં તો દાન ને પુણ્ય, દાનનો માર્ગ ભુલ્યો રે રામ
પાંચમું પગથિયું પ્રાણી જેમ તેમ ચડ્યો, છઠ્ઠું પગથિયે થંભ દીઠા રે રામ
એ રે સ્તંભમાં જીવને બાથ ભીડાવી, અડધો બડ્યોને અડધો રહ્યો રે રામ
છઠ્ઠું પગથિયું પ્રાણી જેમ તેમ ચડ્યો, સાતમે પગથિયે કુંડ જોયા રે રામ
આરે રે કુંડમાં પ્રાણીને નાખો, પછી તો શી ગતિ થાશે રે રામ
કાનખજૂરા એના કાનમાં બેસે, કાગડા તે આંખુ એની કાઢે રે રામ
ચોરે બેસીને જેણે પંચાતુ કીધી, ખોટી વાતુંમાં સાથ દીધો રે રામ
એવા રે જીવની આવી ગતિ થાશે, જમડા તો માર ખુબ મારે રે રામ
ભાઈ રે વિમાન તારા ઉભા રાખજે, કેવાતે કર્યા તે દાન પુણ્ય રે રામ
ઉનાળે મેતો પરબ રે બંધાવ્યું, ચોમાશે વિશ્રામ આપ્યો રે રામ
સાધુ બ્રામ્હણને મેં તો સીધા રે આપ્યા, ભુખ્યાને અન્ન મેતો દીધા રે રામ
માતા પિતાની મેં તો સેવા કરી, તેના પુણ્યે વિમાન મને મળ્યા રે રામ
સ્વર્ગની નિસરણીના સાથ પગથિયાં, ગાય શીખે સુણે સાંભળે રે રામ
ભટ્ટ પ્રેમાંનદ એમ જ કહે છે, વૈકુંઠમાં વાસ એનો થાશે રે રામ
Album: સ્વર્ગની નિસરણી
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar
#સત્સંગ #gujaratisong #mahilamandal #સ્વર્ગ #jivdaya #swargnisidi
#rambhajan #jivan_shakti_or_bhakti #newsong #gujaratikirtan #ગુજરાતીભજન #aakhyan

Пікірлер: 32

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 Жыл бұрын

    જય.રામાપીર.વા.રસીલા.બેન.વા.ઈતોજેવુકરીયે.એવુજ.ભરીયે.બાકી.જવાબતો.માગશેને.દેવાપણ.પડશેપણ.સમજેતો..હરીભજન. સત્ય છે ... ધન્યવાદ બેન.જય.રામાપીર.જયગુરુદેવ

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    Жыл бұрын

    🙏🙏🙏🙏ha thank

  • @latagohel7183
    @latagohel7183 Жыл бұрын

    ખૂબ ખૂબ જ. સરસ ભજન ગાયું. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

  • @sanjusamsung4520
    @sanjusamsung4520 Жыл бұрын

    🙏🏻🙏🏻 jay shree Ram 🙏🏻🙏🏻 Khub SARS 👌🏻👌🏻

  • @Smitasheth008
    @Smitasheth008 Жыл бұрын

    Nice Jay shrikrishna

  • @hypervlog2701
    @hypervlog2701 Жыл бұрын

    વાહ બેન ખૂબ ખૂબ ધન્ય વડ ભગવાન સદાય સુખી રાખે

  • @MaliRanachhod
    @MaliRanachhod9 ай бұрын

    હાઇ

  • @ronakpatel6857
    @ronakpatel6857 Жыл бұрын

    👍👍

  • @shilpapatel5509
    @shilpapatel5509 Жыл бұрын

    💐👌👍

  • @valbaidhal5215
    @valbaidhal5215 Жыл бұрын

    જય માતાજી બહુ જ સરસ ભજન છે પણ તમે લખી મોકલી દે જો

  • @amishpatel7365
    @amishpatel7365 Жыл бұрын

    Very nice 👌 👍 👏

  • @anilbutani1579
    @anilbutani1579 Жыл бұрын

    🙏🙏🙏

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    Жыл бұрын

    🙏🙏🙏

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Жыл бұрын

    વાહ વાહ ખૂબ સરસ ખૂબ સરસ સ્વર્ગ ની સીડી ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે સખીઓને તેમજ રસીલાબેન 💐🙏💐👌💐👍💐😊 રતનબેન ના રાધે રાધે ❤

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    Жыл бұрын

    Thank rtn ben radhe radhe 🙏🙏🙏🙏🙏

  • @HeenaPatel-qg6ou

    @HeenaPatel-qg6ou

    Жыл бұрын

    From by Dr i7 g M,

  • @hiraodedara813
    @hiraodedara813 Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ બેન ખૂબ જ સરસ ગાયું

  • @gomtipanchal769
    @gomtipanchal769 Жыл бұрын

    લખી ને મોકલો ને.

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    Жыл бұрын

    Ha🙏🙏🙏🙏🙏

  • @prajapatiasha6623
    @prajapatiasha6623 Жыл бұрын

    તમારો ખૂબ આભાર

  • @kvp4977
    @kvp4977 Жыл бұрын

    લખીને આપો ને માસી

  • @abhadani7361

    @abhadani7361

    Жыл бұрын

    લખી આપો ને માસી

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    Жыл бұрын

    Ha moklsu

  • @attitudeboy1698

    @attitudeboy1698

    Жыл бұрын

    Lakhi ne moklo

  • @kinjalthumar1156

    @kinjalthumar1156

    Жыл бұрын

    ​@@attitudeboy1698 મુકાય ગયું 😊

  • @kinjalthumar1156

    @kinjalthumar1156

    Жыл бұрын

    ​@@abhadani7361 મુકાય ગયું 😊

  • @sonalbennakrani3357
    @sonalbennakrani3357 Жыл бұрын

    Lakhine moklo

  • @rasilathumbar1741

    @rasilathumbar1741

    Жыл бұрын

    Ha🙏🙏🙏🙏

  • @ranjugoswami7003
    @ranjugoswami7003 Жыл бұрын

    રાધે રાધે ખૂબ જ સરસ કિર્તન બહેનો ને રાધે રાધે

  • @prajapatiasha6623
    @prajapatiasha6623 Жыл бұрын

    આ ભજન ને લખીને મૂકવા વિનંતી

Келесі