Mini Kedarnath Gujarat || Polo forest vijayanagar || Raj Devda Vlogs

Vireshwar Mahadev Mandir || Polo forest vijayanagar || Raj Devda Vlogs
#gujarat #vlog #vireshwar #poloforest
વિરેશ્વર મહાદેવઃ કાલવણ ગામ (વિજય નગર)
ભારતમાં અને ગુજરાતમાં કેટલાંક મંદિરો એવા છે, જે જયારે જાતે જઈને જોઈએ ત્યારે જ ખબર પડે કે એ ખરેખર કેટલાં સુંદર છે. ઇડરથી વિજયનગર બાજુ પોળો ફોરેસ્ટ તરફ જતાં આ વિસ્તારમાં એટલે કે વિજયનગર પોળો ફોરેસ્ટના ઐતિહાસિક સમારકોની શરૂઆત થાય છે ત્યાં. આ સ્મારકો ઠેર ઠેર ફેલાયેલાં છે, એમાં મહાદેવ મંદિર વિશેષ છે. જેમ કે શારણેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર અત્યારે પણ ચાલુ જ છે જે સોલંકીયુગીન છે. પણ, એની વાત વિજયનગર પોળો ફોરેસ્ટ વખતે...
૫ણ, ઈડરથી જમણી તરફ વિજયનગર બાજુ જતાં લગભગ ૩૦ કિલોમીટર દૂર એટલે કે આ તાલુકો અને ફોરેસ્ટની શરૂઆત થાય છે. ત્યાં ડાબી તરફ એક પાટિયું આવે છે - પ્રાચીન મહાદેવ મંદિર વિરેશ્વર. તે વખતે તો આપણું ધ્યાન એનાં પર પડતું નથી. પણ મૂળ સંકુલમાં જે જોવાનું હોય છે ત્યાં જઈએ છીએ ત્યારે જ ખબર પડે છે કે આ વિરેશ્વર મહાદેવ મંદિર જોવાં જેવું છે.
લોકો જ આપણને સમજાવે છે કે આ મંદિર જોવાં ખાસ જજો. અહીંયા રિસોર્ટમાં રહીએ તો એ લોકો જ આપણને ગાઈડની સુવિધા પૂરી પાડે છે. સ્કૂલમાં ભણતાં વિધાર્થીઓ-વિધાર્થીનો કે કોલેજમાં ભણતાં વિધાર્થીઓ જે આજુબાજુના ગામડાંના જ રહીશો હોય છે તેઓ જ આ ગાઈડની સેવા આપતાં હોય છે. લગભગ પોણા ૨ વર્ષ પહેલાં હું અને મારી પત્ની ગાડી ભાડે કરીને આ વિજયનગર પોળો ફોરેસ્ટમાં ગયાં હતાં. ત્યાં રિસોર્ટમાં રાત રોકાણા હતાં. શું સુંદર જગ્યા હતી શું સારી આગતાસાગતા હતી. પણ એ બધી વાત નથી કરવી. મારે તો આ વિજયનગર પોળો ફોરેસ્ટ જો માણવું હોય તો એ માટે સમય ફાળવવો જ પડે છે. સમય હોય તો જ આ બધું શાંતિથી જોઈ શકાય અને માણી શકાય છે!!!
લોકો સાથે હળીમળી પણ શકાય છે. નહીં તો એકદિવસીય પીકનીક કરીને થાકીને થોડીઘણી યાદો મનમાં ભરીને પાછાં ઘેર આવી જઈએ છીએ આપણે. બપોરે જમતાં પહેલાં મુખ્ય જે જોવાનું હતું તે તો જોવાઈ જ ગયું હતું પણ તોય ટ્રેકિંગ અને અમુક સ્થાનો તો બાકી જ હતાં. બપોરે જમ્યા પછી થોડો આરામ કરીને સાંજે એક ગાઈડના સથવારે જે કોલેજમાં ભણતો વિધાર્થી હતો તેનાં માર્ગદર્શન હેઠળ સાંજે અમે અમુક સ્થાનો જોવાં ગયા જે પાછાં વળતા ઇડર રોડ પર જ આવતાં હતાં.
ઘણાં સ્થાનો જોયાં જેમાં છેલું સ્થાન હતું આ વિરેશ્વર મહાદેવ. આ મહાદેવ મંદિર ખાસ જ જોવાં જેવું છે એ ઐતિહાસિક છે અને પૌરાણિક પણ છે એવું અમને પહેલેથી જ સમજાવવામાં આવ્યું હતું. એટલે આ મંદિર જોવાનું અમને કુતુહલ તો હતું જ!!!
આ મંદિર રસ્તાની બાજુએ ૩-૪ કિલોમીટર પછી એક નાનાં પહાડની નીચે સ્થિત છે. રસ્તામાં કેટલીક સારી સોસાયટીઓ પણ બંધાયેલી અમે જોઈ અને હમણાં જ મારા વાંચવામાં આવ્યું કે ત્યાં એક રિસોર્ટ પણ બની ચુક્યો છે. ખરેખર વિકાસનું આ કદમ ચોક્કસ સરાહનીય છે. આ મંદિરમાં જવાં માટે નીચે ગાડી પાર્ક કરીને થોડોક જ ઢાળ ચડીને જ આ મંદિર આવે છે. રસ્તામાં પૂજાની સામગ્રીની ૫-૧૦ લારીઓ અને સ્ટોલો છે.
⚫હવે મંદિર વિશેની વાત
આમ જોવાં જઈએ તો સાબરકાંઠા જિલ્લો એ વાઘેલા યુગની જાગીર સમાન છે. ચાલુક્યો પછીનાં વાઘેલા રાજવંશો મૂળે શિવભક્ત હતાં એટલે એમને શિવમંદિરો બંધાવવામાં કોઈ જ કચાશ નહોતી રાખી. સાબરકાંઠામાં ઠેર ઠેર ઠેકાણે અને વિધવિધ જગ્યાએ ક્યાંક શિલ્પસ્થાપત્યના ઉત્તમ નમુના રૂપે કે ક્યાંક એ એ સીધાસાદા મંદિર રૂપે એમને શિવમંદિરો બંધાવેલા જ છે. પણ એનું મહાત્મ્ય એ ઐતિહાસિકની સાથે પૌરાણિક પણ છે જ. એટલે જ ભક્તોની ભીડ પુરતી શ્રદ્ધા અને આસ્થાથી ત્યાં ઉમટતી જ રહેતી હોય છે. સોલંકી યુગમાં ગુજરાતના લગભગ દરેક જગ્યાએ આ શિવમંદિરો બંધાયા હતાં. અમદાવાદ પણ તેમાંથી બાકાત નથી અને સૌરાષ્ટ્ર પણ!!!

સાબરકાંઠા જીલ્લામાં વિજયનગર તાલુકામાં આવેલું આ પ્રાચીન વિરેશ્વર મહાદેવ એ લોકોની મંદિર પ્રત્યેની આસ્થા અને શ્રધ્ધાનું પ્રતિક છે. આ ભોલેનાથ મહાદેવનું મંદિર એ સ્વયંભુ શિવલિંગ ધરાવતું મહાદેવ મંદિર છે. આ મંદિર વિક્રમ સંવત ૧૩૬૧ એટલેકે એટલેકે ઈસ્વીસન ૧૨૬૫માં બન્યું હતું. આજથી ૭૫૪ વર્ષ પહેલાં. એટલે એમ જરૂર કહી શકાય કે આ ચાલુક્યકાળમાં તો નહોતું જ બન્યું. કારણ કે ચાલુક્ય શાસનનો અંત તો ઈસ્વીસન ૧૨૪૩માં જ આવી ગયો હતો, અને એની જગ્યા વાઘેલા વંશે લીધી હતી.
આ વાઘેલાવંશ એ મૂળ ભિલોડાના વતનીઓ હતાં એટલે કે સાબરકાંઠાના જ અને આ વિજયનગર તેનાંથી નજીક જ છે. જો કે કર્ણદેવ વાઘેલા પહેલાનાં રાજવી અર્જુનદેવે બંધાવ્યું હશે. કારણ કે એમનો શાસનકાળ ઇસવીસન ૧ર૬ર થી ઇસ્વીસન ૧૨૭૫ હતો. ઈસવીસન ૧૨૭૫થી ઈસવીસન ૧૨૯૬ એ દરમિયાન અર્જુનદેવનાં પુત્ર સારંગદેવે ગુજરાતની ધુરા સંભાળી હતી અને કર્ણદેવ જે વાઘેલા વંશનો છેલો રાજા હતો. તેનો શાસનકાળ હતો ઈસવીસન ૧૨૯૬થી ઈસવીસન ૧૩૦૪. કર્ણદેવ વિષે આપણે ત્યારે કઈ વાત નથી કરવી એ વીશે પછી કોક વાર વાત કરશું. આ મંદિર એ અર્જુનદેવનાં શાસનકાળ દરમિયાન બન્યું છે એ વાત સાચી જ છે.
આ મંદિર અતિહાસિક હોવાની સાથે સાથે પૌરાણિક પણ છે. કારણ કે અહીનું શિવલિંગ સ્વયંભુ છે. ગુજરાતમાં જે કોઈ જગ્યાએ ભગવાન નરસિંહનું સ્વયંભુ મંદિર હોય તો તે પણ અહીં જ સ્થિત છે. અહીંયા સાક્ષાત હનુમાનજીનું પણ મંદિર છે. આ મંદિરમાં રહેવાં-જમવાની પણ સગવડ પણ છે પણ 8એ મંદિરની ધર્મશાળા જ ગણાય. તોય ઘણાં લોકો એનો લાભ જરૂર લે છે. આ મંદિરમાં અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે, કેટલાય ભક્તો રોજ મહાપ્રસાદનો લાભ લેવા માટે આવે છે. આજુબાજુ ઝાડો અને પાછળ એક પહાડ પણ છે.
આ વાઘેલાવંશ એ મૂળ ભિલોડાના વતનીઓ હતાં એટલે કે સાબરકાંઠાના જ અને આ વિજયનગર તેનાંથી નજીક જ છે. જો કે કર્ણદેવ વાઘેલા પહેલાનાં રાજવી અર્જુનદેવે બંધાવ્યું હશે. કારણ કે એમનો શાસનકાળ ઇસવીસન ૧ર૬ર થી ઈસવીસન ૧૨૭૫ હતો. ઈસવીસન ૧૨૭૫થી ઈસવીસન ૧૨૯૬ એ દરમિયાન અર્જુનદેવનાં પુત્ર સારંગદેવે ગુજરાતની ધુરા સંભાળી હતી અને કર્ણદેવ જે વાઘેલા વંશનો છેલ્લો રાજા હતો. તેનો શાસનકાળ હતો ઈસવીસન ૧૭૯૬થી ઈસવીસન ૧૩૦૪... કર્ણદેવ વિષે આપણે ત્યારે કઈ વાત નથી કરવી એ વીશે પછી કોક વાર વાત કરશું. આ મંદિર એ અર્જુનદેવનાં શાસનકાળ દરમિયાન બન્યું છે એ વાત સાચી જ છે.
#vlog

Пікірлер: 21

  • @yuvrajsinhrahevar2415
    @yuvrajsinhrahevar241520 күн бұрын

    હર હર મહાદેવ

  • @prkBhai
    @prkBhai20 күн бұрын

    Har Har mahadev 🚩

  • @ankitrathod4141
    @ankitrathod414120 күн бұрын

    ❤❤

  • @ankitrathod4141
    @ankitrathod414120 күн бұрын

    Nice brother ❤

  • @pk.photography9026
    @pk.photography902620 күн бұрын

    Good 👍 exlent job..

  • @prkBhai
    @prkBhai20 күн бұрын

    Super video bro & nyc editing ❤

  • @Rajdevdacomedy
    @Rajdevdacomedy20 күн бұрын

    Har har Mahadev 🎉❤❤

  • @rugeming6947
    @rugeming694720 күн бұрын

    Har Har Mahadev 🙌🙌🙌🙌❤❤

  • @rugeming6947
    @rugeming694720 күн бұрын

    ❤❤❤😊😊😊 Har Har Mahadev

  • @rugeming6947
    @rugeming694720 күн бұрын

    ❤❤❤❤❤

  • @Rkvlogs388
    @Rkvlogs38819 күн бұрын

    So sweet 👍🏻 nice 👌🏻

  • @rugeming6947
    @rugeming694720 күн бұрын

    ❤❤❤❤

  • @yuvrajsinhrahevar2415
    @yuvrajsinhrahevar241520 күн бұрын

  • @Gelio_25844
    @Gelio_2584420 күн бұрын

    Nice view❤

  • @Short_comedy_08
    @Short_comedy_0820 күн бұрын

    Nice Darling ❤❤

  • @SKGJ09Vlogs
    @SKGJ09Vlogs20 күн бұрын

    Nyc

  • @Short_comedy_08
    @Short_comedy_0820 күн бұрын

    Full support ❤

  • @mvishnur-
    @mvishnur-19 күн бұрын

    😊😊😊😊

  • @SKGJ09Vlogs
    @SKGJ09Vlogs20 күн бұрын

    Har har Mahadev ji 🎉

  • @swt.prahlad-008
    @swt.prahlad-00820 күн бұрын

    ❤❤

  • @janakparmar5626
    @janakparmar562620 күн бұрын

    har har mahadev ❤😊

Келесі