Samkit Dayak O Guru | Vijay Ramchandra Suriji Stuti

Музыка

#GURUVANDANA
દીક્ષાયુગ પ્રવર્તક , વ્યાખ્યાન વાચસ્પતિ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્દ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના અનંત ઉપકારોને સ્મરીને છેલ્લા ૨૯ વર્ષથી આ સ્તુતિ દ્વારા ભારતભરના શ્રી સંઘો તેઓશ્રીને ભાવથી નમન કરે છે.
આબાલવૃદ્ધ સહુના કંઠે વસી ગયેલી આ સ્તુતિ ૩૦ મી સ્વર્ગરોહન તિથિ પ્રસંગે ધર્મધૂન પરિવાર આજે આપની સમક્ષ પ્રસ્તુત કરે છે.
~~~~~~~~~~
Song : Samkit Dayak O Guru
Lyricist : Mukti Kiran
Time : vikram sanvat 2048
Composition : Dhiren Sanghvi , Kolkata
Vocal : Deesha Bagrecha , Vijaypur
Mix-up : Sana Music World & The Strings
Video art : Shankheshwar Studio , Hubli
Presentatie : Dharm Dhoon Pariwar
~~~~~~~~~~
સ્તુતિ : સમકિતદાયક ઓ ગુરુ
સમકિતદાયક ઓ ગુરુ, ઉપકાર તુમ શેં વર્ણવું
અગણિત ગુણ તુજમાં ભર્યા ચરણે નમાવું શીષ હુ
ક્રોડો ભવો પણ ઓ ગુરુ તુજ ચરણની રજ હું બનું
ઋણ-મુક્ત તો યે ના થઉં, એથી વધું હું શું કહું..૧
સૂરિ પ્રેમ પાટે પ્રથમ પટધર તું બની વિરાજતો
સૂરિરામ તુજ સામ્રાજ્યમાં સુવિશાલગચ્છ મહાલતો
સત્તર અધિક સો શિષ્યનો ઉદ્ધારનારો તું હતો
વય પુણ્ય પર્યાયે ગુણે સહુથી વડેરો તું હતો..૨
દહેવાણમાં જન્મ્યા અને ગંધારમાં દીક્ષિત બન્યા
મુનિમાંથી ગણિ પંન્યાસ ને ઉવજઝાય આચારજ બન્યા
નિજ દેહ છોડી દર્શને મૃત્યુ સમાધિને વર્યા
સાબરમતીએ વિલીન થઈ ચિરકાળ નવજીવન વર્યા..૩
સૂરિરામ એવું નામ પણ મુજ કાનમાં અથડાય જ્યાં
તન મન અને ક્રોડો રુંવાટા ઉલ્લસિત થઈ જાય ત્યાં
કહેવાય છે કે રામ નામે પથ્થરો પણ તરી જતાં
તારો ગુરુ અમને અમે તુમ ભક્ત કેમ ભૂલી જતાં.૪
કલિકાલમાં પ્રભુ શાસને આપ જ દીવાદાંડી હતાં
છો આંધી કે તોફાન આવે આપ તો અણનમ હતાં
તિથિપ્રશ્ન કે સંમેલને પણ આપ જરીયે ના ડગ્યા
ગ્રહી સત્યપક્ષ અસત્ય સામે આપ જીવનભર લડ્યા.૫
સુરિરામ તારા નયનમાં વાત્સલ્યના ઝરણાં વહે
સૂરિરામ તારા વચનમાં જિનવચનના તથ્યો રહે
સૂરિરામ તારા સ્મરણમાં મન મારું આનંદે રહે
સૂરિરામ તારા ચરણમાં મસ્તક સદા મારું રહે.૬
અજ્ઞાનમાં અથડાઉં ત્યારે સૂર્ય બનીને આવજો
ભવતાપમાં તપતો જુઓ તો ચન્દ્ર બનીને ઠારજો
ઉન્માર્ગમાં ક્યાંયે જુઓ તો રામ બની ઉગારજો
જે જે રૂપે કરું હું પ્રતીક્ષા, તે સ્વરુપે આવજો.૭
ગુરુદેવ મુજ મનમંદિરે પારસ બની બેસી ગયા
ગુરુદેવ મુજ મનમંદિરે આરસ બની છાઈ ગયાં
ગુરુદેવ તુજ ગુણરાજ્યનો વારસ મને ય બનાવજો
તુજ ભક્તિથી મુક્તિ મળે આશિષ એવા આપજો.૮
આપે બતાવ્યા માર્ગથી મન મારું જરીયે ના ફરે
ભાગ્યે મળ્યા ગુરુ આપ મુજ મન ક્યાંય બીજે ના ઠરે
કરું વિનતિ ભવોભવ હવે ગુરુ એક આપ જ મુજ થજો
મુજ હાથ ઝાલી સાથ તુમ મુક્તિપુરીએ લઈ જજો.૯
ભવસાગરે ભમતા ગુરુ મહાભાગ્યથી અમને મળ્યા
માનું હવે ભવભવ તણાં ફેરા અમારા દૂર ટળ્યા
દર્શન ગુરુવર દેજો જલ્દી એજ એક જ પ્રાર્થના
પ્રગટાવો મુજ મન મુક્તિકિરણ એજ એક અભ્યર્થના.૧૦
Follow us@ Instagram
dharmdhoon?utm_...
#Dharm_dhoom #jainsong #jainmusic #spreadjainism #spreadjainism_24 #jainvedios #jainlyrics #jainsustistavan #jainphotos #voice_of_jains #music_of_jainism #jainbhajan #jainbhakti #jainmedia #jainguru #jainsadhu #muni #sadguru #suguru #vijay_ramchandrasuri #suriram #suriramchandra #jaindharm #jinshahan #diksha_yug_pravartak #smruti_mandir #jainstatus #jainupdates

Пікірлер: 22

  • @ShrBkk
    @ShrBkk Жыл бұрын

    जिन शासन का अनमोल कोहिनूर हीरा पूज्य रामचंद्र सूरी महाराजा

  • @manishshah8673
    @manishshah8673 Жыл бұрын

    Jain shashan na Kohinoor Diamond ..SuriRam..aap ne koti koti vandan..

  • @gautamshah2862
    @gautamshah28624 ай бұрын

    Perfect Jin agna Guru Anumodana

  • @netrashah5195
    @netrashah51952 жыл бұрын

    સુરી રામના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🙏🙏

  • @dipakthakor8811
    @dipakthakor8811 Жыл бұрын

    ❤️🙏🙏🙏

  • @jayshreeshah8627
    @jayshreeshah8627 Жыл бұрын

    🙏🙏🙏

  • @utsavishah1339
    @utsavishah1339 Жыл бұрын

    👌🏻🙏🏻🙏🏻

  • @sahilshah1268
    @sahilshah1268 Жыл бұрын

    🙏💎💎💎🙏🙏🙏🙏💎

  • @chetankumar-tj6wf
    @chetankumar-tj6wf2 жыл бұрын

    अद्भुत नमन है सच्चे जैन साधु महाराजजी को।

  • @netrashah5195
    @netrashah51952 жыл бұрын

    અદ્ભુત રચના

  • @netrashah5195
    @netrashah51952 жыл бұрын

    અદ્ભુત voice 🙏👌👌👌

  • @rohanjain2234

    @rohanjain2234

    Жыл бұрын

    0ppp

  • @paulashahshah617
    @paulashahshah6172 жыл бұрын

    Khub khub Anumodna

  • @gunjanpjain6697
    @gunjanpjain66973 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @sheldoncooper9003
    @sheldoncooper90033 жыл бұрын

    Beautiful ❤️❤️

  • @shwetavanigota3121
    @shwetavanigota31213 жыл бұрын

    Voice❤

  • @neetajain3793
    @neetajain37933 жыл бұрын

    Amazing

  • @ParshvaShah
    @ParshvaShah3 жыл бұрын

    Beautiful!

  • @hetvishah1871
    @hetvishah18713 жыл бұрын

    So beautiful❤️❤️

  • @paulashahshah617

    @paulashahshah617

    2 жыл бұрын

    Khub Khub jjjsrs

  • @shahpriti1571
    @shahpriti15713 жыл бұрын

    😍😍

  • @meenashaha7098
    @meenashaha70983 жыл бұрын

    🙏🙏🙏

Келесі