RTI એટલે શું? RTI કેવી રીતે અને ક્યાં કરવી? જાણો પુરી માહિતી by Yojna Sahaykari

RTI એટલે શું? RTI કેવી રીતે અને ક્યાં કરવી? જાણો પુરી માહિતી by Yojna Sahaykari
માહિતી અધિકાર અધિનિયમ 2005 શું છે?
આરટીઆઈ એ એક અધિનિયમ છે જે માહિતી મેળવવાના અધિકારના નાગરિકોના હક અને કાર્યવાહીને નિર્ધારિત કરે છે. આ કાયદા હેઠળ ભારતનો કોઈપણ નાગરિક “જાહેર સત્તા” ની માહિતી માટે વિનંતી કરી શકે છે જેનો જવાબ ત્રીસ દિવસની અંદર ઝડપથી આપવો જરૂરી છે.
આ કાયદા હેઠળ માહિતી મેળવવા ઇચ્છતા નાગરિકને જો અરજી લખવામાં મુશ્કેલી હોય તો કાયદાની કલમ ૬ (૧)ખ મુજબ અરજદારની મૌખિક વિનંતીને લેખિત સ્વરૂપમાં રજુ કરવા જાહેર માહિતી અધિકારી તમામ જરૂરી સહાય કરશે.
અરજી કોરા કાગળ પર લખી શકાય, છાપેલા ફોર્મમાં આપવી જરૂરી નથી.
અરજીમાં તમે જરૂરી માહિતી ટૂંકમાં માગો, તમારે જે હેતુ કે કામ અંગે માહિતી જોઇએ છે તે અંગે વિગતવાર ફરિયાદ લખવાની જરૂર નથી. તેમ કરવાથી આપને જરૂરી માહિતી મેળવવામાં વિલંબ થઇ શકે છે, અથવા સ્પષ્ટતા ના અભાવે આપને બીનજરૂરી માહિતી મળે તેવું બને.
અરજીમાં શું લખશો ?
જાહેર માહિતી અધિકારી , તેના ખાતા, વિભાગ કે કચેરીનું નામ તથા સરનામું લખો.
અરજદારનું નામ તથા પત્રવ્યવહારનું સરનામું
તમારે મેળવવાની માહિતીની મુદ્દાસર ટૂંકી વિગત
તમે ભરેલી અરજી ફીની વિગત.
તમે માહિતી, માહિતી અધિકાર ના કાયદા હેઠળ માંગો છો તેવું સ્પષ્ટ લખો.
તમારી અરજી લખતી વખતે સૌથી ઉપર મથાળે અથવા અરજી પૂરેપૂરી લખ્યા પછી નીચે અરજી કર્યા તારીખ લખવાનું ભૂલશો નહીં.
અરજી ફી કયા સ્વરૂપે ભરવી તે નક્કી કરવાનો અધિકાર નાગરીકને છે.
જાહેર માહિતી અધિકારીએ અરજી અને ફીની રકમ સ્વીકર્યા બાદ તે અંગેની પહોંચ અરજદારને આપવાની રહેછે, તેથી પહોંચ મેળવવાનું ભુલશો નહી.
અરજી કોને આપશો ?
માહિતી મેળવવા માટે તૈયાર કરેલી અરજી નજીકના કોઇપણ જાહેર માહિતી અધિકારીને આપી શકાય.
આપની અરજી જે વિભાગને લગતી હોય તે વિભાગના જાહેર માહિતી અધિકારીને આપવાથી આપનો અને જાહેર માહિતી અધિકારીનો સમય બચશે, પરિણામે આપને માહિતી ઝડપી મળશે.
કાયદા અનુસાર જાહેર માહિતી અધિકારીએ તેમની સામે રજુ થયેલી કોઇપણ ખાતાને લગતી માહિતી માંગતી અરજી સ્વિકારવાની રહે છે. જો તે અરજીમાં માંગવામાં આવેલી માહિતી અન્ય સત્તામંડળ, વિભાગ, કચેરી કે ખાતાને લગતી હશે તો કાયદાની કલમ ૬(૩) મુજબ અરજી પૂરેપૂરી કે આંશિક રીતે લાગતા વળગતા ખાતાને ટ્રાન્સફર કરશે અને તેની લેખિત જાણ અરજદારને કરશે.
અરજી જાહેર માહિતી અધિકારીને આપતી વખતે કેન્દ્ર સરકારના કિસ્સમાં રૂl. ૧૦ અને રાજ્ય સરકારમાં રજુ થયેલી અરજી માટે રૂl. ૨૦ અરજી ફી ( બી.પી.એલ કુટુંબ ના સભ્ય સિવયના અરજદારોએ) ભરવાની રહેછે. કેન્દ્ર સરકારને રજુ કરવાની અરજી નક્કી કરેલી પોષ્ટઓફિસોમાં પણ ફી સાથે આપી શકાય છે.
રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજી માટે અરજી ફી નિયમો પ્રમાણે રોકડેથી, ડીમાન્ડ દ્રાફ્ટ, પે ઓર્ડર કે નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ અરજી પર ચાંટાડી ચૂકવી શકાશે. કેન્દ્ર સરકારને કરેલી અરજી માટે નિયમો પ્રમાણે અરજી ફી રોકડેથી, ડીમાન્ડ દ્રાફ્ટ, રોકડેથી,બેંકર્સ ચેક કે પોસ્ટલ ઓર્ડર દ્વારા ચૂકવી શકાય છે.
Thanks for watching
Yojna Sahaykari...

Пікірлер: 10

  • @hardikgajera2893
    @hardikgajera28935 ай бұрын

    Good work

  • @baraiyamk4442
    @baraiyamk44425 ай бұрын

    🎉

  • @arvindgohil3727
    @arvindgohil37275 ай бұрын

    Nice

  • @Itsashort310
    @Itsashort3105 ай бұрын

    😊😊😊

  • @pradipchavdapradipchavda3704
    @pradipchavdapradipchavda37045 күн бұрын

    સર વૃદ્ધ પેંશન યોજના માટે bpl નો દાખલો ક્યાંથી ક્થાવવો

  • @pradipchavdapradipchavda3704
    @pradipchavdapradipchavda37045 күн бұрын

    Rti online thy ske??

  • @YOJNASAHAYKARI

    @YOJNASAHAYKARI

    2 күн бұрын

    હા,થ‌ઈ શકે...

  • @pratapshekhaliya2535
    @pratapshekhaliya25354 ай бұрын

    તમારો નંબર મળી શકે

  • @YOJNASAHAYKARI

    @YOJNASAHAYKARI

    2 күн бұрын

    તમે કોમેન્ટ અથવા ઈમેલ કરો baraiyamansukhoct3@gmail.com

Келесі