Narayan nu nam j leta | Narsinh Maheta Bhajan | Gujarati Bhajan | Kirtan Gyan | K.P.Swami Bhajan

Музыка

નરસિંહ મહેતા Bhajan
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીએ રે,
મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મીવરને વરીએ રે... ꠶ટેક
કુળને તજીએ કુટુંબને તજીએ, તજીએ મા ને બાપ રે,
ભગિની સુત દારાને તજીએ, જેમ તજે કંચુકી સાપ રે... ૧
પ્રથમ પિતા પ્રહ્‌લાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે,
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રીરામ રે... ૨
ઋષિપત્નીએ શ્રીહરિ કાજે, તજિયા નિજ ભરથાર રે,
તેમાં તેનું કંઈએ ન ગયું, પામી પદારથ ચાર રે... ૩
વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે,
ભણે નરસૈંયો વૃંદાવનમાં, મોહન સાથે મહાલી રે... ૪
Narsinh Maheta Bhajan
Nārāyaṇnu nām ja letā, vāre tene tajīe re,
Mansā vāchā karmaṇā karīne Lakṣhmīvarne varīe re... °ṭek
Kuḷane tajīe kuṭumbne tajīe, tajīe mā ne bāp re,
Bhaginī sut dārāne tajīe, jem taje kachukī sāp re... 1
Pratham pitā Prah‍lāde tajiyo, nav tajiyu Harinu nām re,
Bharat Shatrughne tajī janetā, nav tajiyā Shrī Rām re... 2
Rhuṣhipatnīe Shrīhari kāje, tajiyā nij bharathār re,
Temā tenu kanīe na gayu, pāmī padārath chār re... 3
Vrajvanitā Viṭhṭhalne kāje, sarva tajīne chālī re,
Bhaṇe Narsaiyo Vṛundāvanmā, Mohan sāthe mahālī re... 4

Пікірлер

    Келесі