મણીલક્ષ્મી તીર્થ | માણેજ | Manilaxmi Tirth | Jain Temle | Gujarat Tourist places ♥️

મણીલક્ષ્મી તીર્થ | માણેજ | Manilaxmi Tirth | Jain Temle | Gujarat Tourist places ♥️
મણીલક્ષ્મી તીર્થ એટલે વડોદરા-ભાવનગર હાઇવે પર આવેલ આશરે ૪૪ એકરમાં પથરાયેલ એક અભિનવ તીર્થભૂમિ.
મણીલક્ષ્મી તીર્થના સંકુલમાં આ જિનાલય આશરે ૩૧૦૦૦ ચો.ફૂ. વિસ્તારમાં પથરાયેલું છે
આ જિનાલય નીચે અને ઉપર એમ બે મજલવાળું છે. સાથે જેટલી વિશાળતા ભોંયતળીયાના મંડપમાં છે તેટલીજ વિશાળતા ઉપર પણ રાખવામાં આવી છે. આ ભવ્ય જિનાલયમાં ગૂઢમંડપમાં અને રંગમંડપ બન્નેનું અલગ અલગ નિર્માણ કરેલ છે. દેરાસરમાં પ્રવેશ કરનાર સૌ પ્રથમ નૃત્યમંડપમાં પ્રવેશે છે. જે આશરે ૫૦૦૦ ચો.ફૂ.નો છે. જયારે આગળ જતા તે ૩૫૦૦ ચો.ફૂ. વિશાળ અને ૬૩ ફૂટ ઊંચા ધુમ્મટવાળા ‘ગૂઢમંડપ’ માં પ્રવેશે છે. જ્યાં ઉપરની કોતરણી જોનારને આશ્ચર્યમાં મૂકી દે છે. અને સામેજ ૨૫૦ ચો.ફૂ. ના વિશાળ ગર્ભગૃહમાં રાજરાજેશ્વર શ્રી મુનિસુવ્રતસ્વામી બાદશાહી ઠાઠથી શોભી રહ્યા છે. જેની ઉપર એટલા જ વિશાળ ગૂઢમંડપઅને ગર્ભગૃહવાળુ બીજુ જીનમંદિર છે જેમાં સર્વવાંછિતદાયક શ્રી નામીનાથ પ્રભુ ભક્તોને આહ્વાન કરી રહ્યા છે. મુખ્ય જીનાલયની ડાબી અને જમણી બાજુએ બે દેવકુલિકાઓને રચના કરી છે તેવી જ રીતે ઉપર પણ ડાબી અને જમણી બાજુએ દેવકુલિકાઓ છે. આ જીનનાલય ત્રણ શિખરોથી યુક્ત છે. જેમાં મુખ્ય શિખર કુલ ૮૫ કળશોથી વીંટળાએલું છે. આ જીનનાલયમાં ઝીણી નકશીવાળા, જુદી - જુદી અંગભંગીઓથી શોભતી નૃત્યાંગનાઓવાળા ૨૦૦ થી વધુ થાંભલાઓનું અદ્વિતીય સોંદર્ય ધરાવે છે. આ જીનાલય બહારની તરફ આશરે ૭૨ ઝરુખોથી ભવ્યાત્માને પોતાની તરફ આકર્ષી રહ્યું છે. આ જીનનાલયનું શિખર ૧૩૪.૧ ફૂટની ઊંચાઈવાળુ છે. અને ધજાદંડ તો તેથી પણ ૩૩.૧૧ ફૂટ ઊંચો આવશે. આ ઉત્તુંગ શિખર આજુબાજુના પાંચ કિ. મી. દુરથી પણ દેખાય છે
#manej #manilaxmi #jaintemple jain
Manilaxmi
jain Temle
manilaxmi tirth
Dharmaj
Gujarat Tourist places
manilaxmi tirth manej
manilaxmi jain tirth
manilaxmi tirth vadodara
manilaxmi mandir
Subscribe My channel ♥️

Пікірлер: 7

  • @pakkabhaii4697
    @pakkabhaii4697Ай бұрын

    ❤❤

  • @CricketTrending-wy3sq
    @CricketTrending-wy3sqАй бұрын

    ❤❤❤

  • @RitikaRealVlogs
    @RitikaRealVlogsАй бұрын

    Very good 👍

  • @DaminiParmar-bl6rs
    @DaminiParmar-bl6rsАй бұрын

    ❤❤😊

  • @PrakashParmar-ly7yq
    @PrakashParmar-ly7yqАй бұрын

    ❤❤❤

  • @AjayParmar-qp6dd
    @AjayParmar-qp6ddАй бұрын

    ❤❤❤

  • @kiranparmar9312
    @kiranparmar9312Ай бұрын

    ❤❤❤

Келесі