મોબાઈલ કરી કેવી ધમાલ

છોડી દીધા સવે ઘરના કામ મોબાઈલ કરી કેવી ધમાલ
રોજ રોજ માને ફોન લગાવે
ઘરની બધી એ વાત સંભળાવે
ગપ્પા મારે સવાર ને સાંજ...
રોજ રોજ એ તો સેલ્ફી પાડે
વાંકા ચૂકા મોઢા બનાવે
ફોટા પાડે સવારને સાંજ...
સાસુમાને તો ચોપડી પકડાવે
પોતે તો મોબાઈલમાં જુએ
ટિકટોક ચલાવે સવારને સાંજ....
રોજ રોજ નવા નવા સ્ટેટસ લગાવે
આજ કર્યું તે મોબાઈલમાં બતાવે
પ્રોફાઈલ બદલે સવારને સાંજ...
અડધી જિંદગી મોબાઈલ માં કાઢી
પૂજાપાઠ માં સમય ના કાઢે
સત્સંગ જવા માટે ટાઈમ ના હોય
ખોડિયાર મંડળ તો એમ કહે છે
લઈ લ્યો હવે પ્રભુ નું નામ....

Пікірлер: 4

  • @user-nt4yl1yp8t
    @user-nt4yl1yp8t14 күн бұрын

    Saras saras

  • @kgfpower8337
    @kgfpower833714 күн бұрын

    Very very nice

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad962214 күн бұрын

    શું ભજન ગાયું બહુ મસ્ત છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @jay._.dwarkadish007

    @jay._.dwarkadish007

    13 күн бұрын

    હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભારભજન સાંભળવા માટે ભજન સાંભળો તંદુરસ્ત રહે તેવી શુભકામના

Келесі