જગન્નાથપુરીમાં ઝાલર વાગ્યું રે...આવી અષાઢી બીજ ઢૂકડી રે... Ashadhi bij Rath Yatra new bhajan 👇 છે

જગન્નાથપુરીમાં ઝાલર વાગ્યું રે...આવી અષાઢી બીજ ઢૂકડી રે... Ashadhi bij Rath Yatra new bhajan 👇 છે
other channel link 👇
________________ / @user-jy2qw7vr8i
નમસ્તે મિત્રો ! Rajni voice Gujarati( રજની વોઈસ ગુજરાતી) હું ગુજરાત જામનગર થી છું ચેનલ માં આપનું સ્વાગત છે આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#આવીઆવીઅષાઢીબીજઢુંકડીરે
#જગન્નાથપુરીમાંઝાલરવાગ્યુ
#ગોરાકુંભારનોચાકડોફરેકીર્તન
#તમારીજટામાંગંગાજી
#વરસાદવરસાવોશિવશંકરજી
#મારીમાતાનેતોલેકોઈનઆવે
#maanubhajan
#rajnivoicegujarati
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
વાલા જગન્નાથપુરીમાં ઝાલર વાગીયું રે
આવી રૂડી અષાઢી બીજ ઉજવાય
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
મારો વાલો મોસાળે જાય છે રે
વીરા બળભદ્રને સુભદ્રાબેન સાથ છે રે
ત્રણેય ભાઈ બેન આવ્યા છે મોસાળ
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
પંદર દિવસ પ્રભુ મામા ઘેર રોકાઈ ગયા રે
સોળમા દિવસે માગે તે વિદાય
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
મામા એ મોસાળું બહુ કર્યું રે
ભાણેજ ને આપ્યા છે હીર ને ચીર
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
વાલા ના મામાએ રથડા જોડીયા રે
એમાં બેઠા છે ત્રણેય ભાઈ બેન
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
બેય બાજુ બેય ભાઈ બેસીયા રે
વચમાં બેઠા છે સુભદ્રા બેન
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
વાલો નગરમાંથી નીસરીયા રે
સૌ ભક્તો હાંકે છે એનો રથ
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
ભક્તોને દર્શન દેવાને મંદિર આવીયા રે
વાલાથી રૂક્ષ્મણી જી રિસાઈ ગયા રે
રાણી ના ખોલે મંદિરના દ્વાર
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
પ્રભુ આજની રાત તમે બહાર રહો રે
નહીં આવવા દઉં મંદિર માંય
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
તમે બેની સુભદ્રા ને લઈ ગયા રે
અમને ના લઈ ગયા કેમ સાથ
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
પ્રભુ એક રાત મંદિરની બહાર રહ્યા રે
બીજે દિવસે ખોલ્યા છે કમાડ
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
વાલા ભાવ થી કૃષ્ણ મંડળ ગાય છે રે
અમને દેજો ચરણોમાં વાસ
વાલા જગન્નાથપુરી માં ઝાલર વાગીયું રે
આવી આવી અષાઢી બીજ ઢૂંકડી રે...
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏

Пікірлер

    Келесі