જશોદા નંદ ને કહે રે વાલો મારો બેસવા શીખ્યો રે....ll કીર્તન નીચે લખેલ છે...ll જયશ્રીબેન બાળધા ll

Музыка

જશોદા નંદ ને કહે રે વાલો મારો બેસવા શીખ્યો રે,
ભાખોડીએ બેસવા શીખ્યો રે લાલો મારો બેસવા શીખ્યો રે,
જશોદય માનતા કરી રે માનતા આકરી કરી રે,
વાલો મારો બોલવા શીખે તો કાશીના બ્રાહ્મણ જમાડુ,
કાનો તો બોલવા શીખ્યો રે માતા તો એમ બોલ્યા રે,
જશોદા નંદ ને કહે રે બ્રાહ્મણોને નોતરા આપો રે,
બ્રાહ્મણ તમે જમવા આવો રે લાલો મારો બોલવા શીખ્યો રે,
છુટા ચોરવા કેરા રે જાજા ભગવાન રાધ્યા રે,
18 સાક કરીયા રે બાર રાયતા કર્યા રે,
બ્રાહ્મણો જમવા બેઠા રે જશોદાએ પીરસી દીધું રે,
બ્રાહ્મણો જમવા બેઠા છે કાનુડા એ કાકરી મારી રે,
કાનુડા એ કાકરી મારી રે બ્રાહ્મણો ઊભા થયા રે,
માડી તારો લાડકો લાલો રે રસોઇ અભડાવી દીધી રે,
જશોદા નંદ ને કહે રે બ્રાહ્મણ ફરી જમાડો રે,
છુટા ચુરમા કરિયા રે જા જા પકવાન રાંધિયા રે,
18 સાક કર્યા રે 12 રાયતા કર્યા રે,
લાલાને ઓરડે પૂર્યો રે વાલા ને દોરડે બાંધ્યો રે,
બારણા બંધ કર્યા રે સાંકળ દઈ દીધી રે,
બ્રાહ્મણ સૌ જમવા બેઠા રે જમતા લાલજી દીઠા રે,
માનતા પૂરી થઈ રે પ્રભુએ દર્શન દીધા રે,
જશોદાનંદ ને કહે રે વાલો મારો બોલવા શીખ્યો રે,
લાલો મારો બોલવા શીખ્યો રે માતા એમ કહેવા લાગ્યા રે,
લાલો મારો બોલવા શીખ્યો રે જશોદા હરખાઈ ગયા રે,

Пікірлер: 8

  • @gowrisondagar9128
    @gowrisondagar91287 ай бұрын

    સરસ

  • @lilaben7998
    @lilaben79989 ай бұрын

    Lakelu.ak.var.chec.karo..kalol.

  • @NayanaPanchal-um2uc
    @NayanaPanchal-um2uc10 ай бұрын

    Jordar

  • @twinkleparmar6465
    @twinkleparmar646510 ай бұрын

    Mataji na garba mokalso Karan k have navratri ave che to gava che

  • @shri_hari_satsang

    @shri_hari_satsang

    10 ай бұрын

    Ok

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal10 ай бұрын

    Jay Shree Krishna🙏🙏🙏🙏 i

  • @meenapatel2123
    @meenapatel212310 ай бұрын

    સરસ ભજન ❤❤❤

  • @indiragor6205
    @indiragor620510 ай бұрын

    વાહ ભજન બહુ સરસ છે લખીને મોકલાવો તો સારું થાય

Келесі