Gopolanand Swami Ni Vato || P 2 Vat 49 || Hyderabad

વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી
ગોપાળાનંદ સ્વામીની વાતો પ્રકરણ 2 વાત નં 49
Title : પામર - વિષય - મુમૂક્ષુ અને મુક્ત
• સત્વગુણ વર્તતો હોય, ત્યારે વર્તમાન અને ભવિષ્ય બંનેનો વિચાર કરી અને વિષયને મૂકી શકે. રજોગુણ વર્તતો હોય ત્યારે કેવળ વર્તમાનનો વિચાર કરી અને વિષય મૂકી શકે અને તમોગુણ વર્તતો હોય ત્યારે વર્તમાન કે ભવિષ્ય કંઈ ન દેખાય અને વિષયને ભોગવી લે
• વીશયોથી કેવી રીતે છટકવું એનો વિચાર કરે તેને મુમુક્ષુ કહેવાય મુમુક્ષુ પાસે વિષયમાંથી છટકવાના રસ્તાઓ હોય છે
• ફેસીલીટીમાં રહીને સેવા કરે તો એટલી આપણાથી સેવા ઓછી થઈ ગણાય
• મહાપાપ કરનારા ને પતિત કહેવાય અને ભગવાનના ભક્તનો દ્રોહ કરતો હોય તો તેને આસુરી કહેવાય
• પંચવિષયમાં બંધારણો તે બંધ અને મુકાણો તેને મુક્ત કહેવાય
• પામર હોય તેને વિવેક હોતો નથી તે શાસ્ત્રની મર્યાદાને તોડીને વિષયને ભોગવે છે. વિષય હોય તેને કોઈક મુકાવે તો મૂકી દે અને શાસ્ત્રની મર્યાદામાં રહીને વિષયને ભોગવે છે. મુમુક્ષુ હોય તે ધર્મમાં રહીને પણ વિષય કેમ ઓછા ભોગવાઇ તેનો વિચાર કરે છે અને વિષયમાંથી છટકવાના રસ્તાઓ ગોઠવે છે અને મુક્ત હોય તે વિષયમાં રહીને પણ તેને વિષય અડતા નથી
• ત્રણ પ્રકારના કુસંગને ઓળખી જાય અને તેને ઝપટમાં ના આવે તેને મુક્ત કહેવાય
• પોતાના હકનું હોય તેને પણ જતું કરે તેને મુમુક્ષુ કહેવાય
• મનગમતો પધાર્થ વસ્તુ કે વ્યક્તિને વિષય કહેવાય
• ધર્મ - જ્ઞાન - વૈરાગ્ય - ભક્તિ વગેરે શીખવામાં, રહેવામાં, સેવામાં સદગુણો શીખવામાં સમય પસાર કરે તેને મુમુક્ષુ કહેવાય
• વિષયને મૂકે અને પછી ભગવાન સંબંધી સેવામાં કે સદગુણો શીખવામાં સમય પસાર ન કરે તો વિષયો પાછા આવી જાય છે

Пікірлер: 7

  • @rdudhat
    @rdudhat

    Jay Swaminarayan....🙏🙏

  • @interiokohler
    @interiokohler

    🙏 જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @GaurangKamani
    @GaurangKamani

    દંડવત પ્રણામ સહ જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @hareshlakhani3452
    @hareshlakhani3452

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏🤙👌🙏🙏👏👏🌺🌺🙏👏🤙🤙🤙🤙🤙🤙🤙🤙👌👌👌👌👌👌👌👌🤙👏🤙👌🙏👌🤙🤙

  • @parakhiaamrutlal1589
    @parakhiaamrutlal1589

    Junagadh thi Dr Amrutlal Parakhia na koti koti vandan sah sau PP Santo and haribhaktone Jai shree Swaminarayan 🙏🙏

  • @hareshkothiya
    @hareshkothiya

    Jay Swaminarayan 🙏📿

  • @shantibhaiparmar7783
    @shantibhaiparmar7783

    Jay swaminarayan 🙏🙏🙏

Келесі