બાપા હો બાપા વર પરણીને આયો || Gulab Thakor||Bhavesh Thakor||Bapa O bapa Var parni ne ayoll Hd Video

ગીત ની સમજણ ઉતર ગુજરાત માં અને ખાસ કરી ને બનાસ કાંઠા પાટણ વિસ્તાર માં ગવાતું આ લગ્ન ગીત ખૂબ જ સુંદર ભાવ વાહી અને મધુર છે. વર રાજા ની જાન લગ્ન માંડવે થી પરણી ને જ્યારે પોતાના ઘરે આવે છે ત્યારે વર રાજા ની બહેનો આ ગીત ગાતી હોય છે. ગીત માં કન્યા પક્ષ ને મહાન બતાવવા માં આવ્યો છે પોતાની વહાલીસોઈ દીકરી, બહેન,ભાણેજ, સાહેલી રંગે ચંગે પરણાવી ને વિદાય આપે છે.એનું વર્ણન આ ગીત માં થયું છે. વર રાજા ની બહેનો પોતાના બાપા ને ઉમંગ ભેર વધામણી આપતા ગીત ગાતી હોય છે અને સમજાવતી હોય છે કે આપણા ને એક મહાન કુટુંબનાં પિતાએ લાડકવાયી દીકરી.... ભાઈ યે એની લાડકવાયી બહેન.... મામા યે એની લાડકવાયી ભાણી . કન્યા ની સખી ઓ યે એની લાડકવાયી સાહેલી આપણા ભાઈ સાથે પરણાવી છે.
વર રાજા ની બહેનો વધુ ગાતા કહે છે કે મારા ભાઈ ને ભણેલી ગણેલી સુશીલ ………રૂપાળી...હોશિયાર લાડી મળી છે એનો અમને ખુબ જ આનંદ છે. ટુંક માં ગામડા ની લોક બોલી માં બન્ને પક્ષ કન્યા પક્ષ અને વર પક્ષ પ્રત્યે નાં પ્રેમ નું આ સુંદર લગ્ન ગીત છે.

Пікірлер

    Келесі