108 પાર્શ્વનાથ ભગવાન | શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાન - ખંભાત | પ્રાચીન નગરી ખંભાત

#jaintirth
#jaindharm
#parshwanath
#jaintirthankar
#tirthankar
#history
#ancienthistory
#પાર્શ્વનાથ
#તીર્થયાત્રા
સ્તંભન પાર્શ્વનાથ : મૂળ સમુદ્રમાંથી મળેલી અને કાંતિપુરનગરમાં સ્થાપિત કરેલી પ્રતિમા. નાગાર્જુને રસસિદ્ધિ મેળવવાના આશયથી આ પ્રતિમા કાંતિપુરમાંથી લાવીને સ્તંભનકપુર(થામણા, તા. આણંદ)માં સ્થાપિત કરેલી. ત્યાર બાદ ઈ. સ. 1312માં આ પ્રતિમા સ્તંભતીર્થ-ખંભાતમાં લાવવામાં આવી. આ અંગેનો ઉલ્લેખ મેરુતુંગસૂરિરચિત ‘સ્તંભનાથચરિત’ ગ્રંથમાં છે.
હાલ આ પ્રતિમા સ્તંભતીર્થખંભાતના ખારવાડામાં આવેલા ‘સ્થંભન પાર્શ્વનાથ’ તરીકે પ્રસિદ્ધ જિનાલયમાં પ્રતિષ્ઠિત છે. આ મૂર્તિ અમૂલ્ય નીલમના પથ્થરમાં કંડારી છે. 20 સેમી.થી ઊંચી અને 10 સેમી. પહોળી પંચતીર્થી પ્રકારની આ મૂર્તિની મધ્યમાં મૂળ નાયક પાર્શ્વનાથજી પદ્માસનસ્થ યોગમુદ્રામાં બિરાજમાન છે. તેમના મસ્તક પર સપ્તફણા નાગનો છત્રવટો છે. અહીં ફણાઓને પુરુષ મુખાકૃતિમાં દર્શાવી છે, જે નોંધપાત્ર છે. આસન-ગાદીની નીચે પીઠમાં ૐ ह्रीं श्रीस्थंभणपार्श्वनाथाय नमः મંત્ર તથા તીર્થંકરનું લાંછન સર્પ કોતરેલ છે. તીર્થંકરના મસ્તક ફરતું પ્રભામંડલ છે.
પરિકરમાં ફરતે પ્રત્યેક બાજુ એક એક કાયોત્સર્ગમુદ્રામાં જિન પ્રતિમા અને તે પ્રત્યેકની ઉપરના ભાગમાં એક એક જિન પદ્માસનસ્થ યોગમુદ્રામાં બેઠેલા છે. આ પ્રતિમાના પરિકરમાં આઠ પ્રતિહારો અશોકવૃક્ષ, દેવદુંદુભિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, પ્રભામંડલ, પુષ્પવૃષ્ટિ અને છત્ર કંડાર્યાં છે. પાર્શ્વનાથજીનું બિંબ સિંહાસન પર પ્રતિષ્ઠિત છે. નીચેની પીઠમાં મધ્યમાં ધર્મચક્ર અને તેની એક બાજુ સત્વ નામનો મૃગ અને કરુણા નામની મૃગી છે. પરિકરના નીચેના ડાબા ખૂણામાં પ્રહલાદ અને જમણા ખૂણામાં ઉપેન્દ્ર નામના ઇન્દ્રો ચામર ઢોળે છે. તેમની ઉપરના બહારના ભાગમાં સિંહ અને મકરનાં વ્યાલ-સ્વરૂપો નજરે પડે છે.
હાલ આ સ્તંભન પાર્શ્વનાથનું જિનાલય તદ્દન નવું જ બનાવવામાં આવ્યું છે. પ્રવેશદ્વાર ગજરાજ-સુશોભિત ત્રણ કલાત્મક તોરણોથી શોભાયમાન છે. અંદર ઇલ્લિકા તોરણયુક્ત પાંચ ચૉકીઓ છે. મંડપ 16 સ્તંભો પર ટેકવેલ છે. મંડપની આગળ ખુલ્લો અંતરાલ છે. તેની સામે ગર્ભગૃહની મધ્યમાં ઊંચી પીઠિકા પર સ્થંભન પાર્શ્વનાથજીની પ્રતિમા છે. મુખ્ય ગર્ભગૃહની બંને બાજુ બીજાં બે ગર્ભગૃહ છે. ઈ. સ. 1928માં એક બાજુના ગર્ભમાં પાર્શ્વનાથજી અને બીજી બાજુ આદીશ્વરનાં બિંબોની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરને ફરતો પ્રદક્ષિણાપથ ખુલ્લો છે. મંડપ ઉપર ઘુંમટ છે. ગર્ભગૃહ ઉપર રેખાન્વિત શૈલીનાં ત્રણ ભવ્ય શિખરો છે. મંદિર ઊંચી પીઠિકા ઉપર બાંધેલું છે.
આ જિનાલયમાં બે (સં. 1356 તથા 1393ના) પ્રતિમાલેખો છે. પાંચેક લેખો 15મા સૈકાના અને બે લેખો 16મા સૈકાના છે. અહીં પ્રદક્ષિણાપથની દીવાલમાં (ઈ. સ. 1309-10નો) કાળા પથ્થરમાં કોતરેલો શિલાલેખ છે.
ખંભાત જે આવેલું છે ગુજરાત રાજ્યમાં. અહીં બિરાજમાન છે શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાન જેમનો છે અતિ પ્રબળ પ્રભાવ અને ઉજ્જવળ ઇતિહાસ. તીર્થ ખૂબ જ પ્રાચીન છે અને ભગવાન ખૂબ જ સુંદર છે. નીલમ માંથી બનેલું તેમનું જિનબિંબ ખૂબ જ સુંદર અને અજોડ લાગે છે. ખંભાત નગરીએ લગભગ 80 જેટલા જિનાલયો છે જેમાંથી 108 પાર્શ્વનાથ ભગવાન માના પાંચ પાર્શ્વનાથ ભગવાન આવેલા છે. ખૂબ જ પ્રાચીન તીર્થ છે દર્શન પૂજન નો લાભ અચૂકથી લેવા જેવો છે.

Пікірлер: 31

  • @sumitgudhka2010
    @sumitgudhka2010Ай бұрын

    ખૂબ સરસ ઈતિહાસનું વર્ણન કર્યું છે... ખૂબ ખૂબ અનુમોદના.... ઘણા લોકોને દર્શન પૂજનની પ્રેરણા મળશે 🙏

  • @kajal_ni_vaato

    @kajal_ni_vaato

    Ай бұрын

    વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @kishoregudka1303
    @kishoregudka1303Ай бұрын

    Bahuj. Saras. Derasar. Ane. Darshan. Karva. Malel. Good. Work.

  • @kajal_ni_vaato

    @kajal_ni_vaato

    Ай бұрын

    વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @rekhashah8619
    @rekhashah8619Ай бұрын

    ખૂબ જ સુંદર શબ્દો ને શણગાર્યા છે ખૂબ સુંદર કર્ણ પ્રિય મધુર શબ્દો નું વર્ણન સાંભળીને હ્રદય પાવન બને છે અદભુત દૃશ્યો નજર સમક્ષ ઉપસ્થિત થાય છે એવું લાગે છે કે અમે આ તિર્થ માં જ ઉભા છીએ આપની મહેનત ધન્યવાદ ને પાત્ર છે ખરેખર આપણે પુણ્યશાળી છીએ આવા સુંદર પરમાત્મા ના દર્શન થયા જે ગત ચોવિસી માં અષાઢી શ્રાવકે પ્રતિમાં બનાવી ખૂબ ખૂબ અનુમોદના 🙏🙏

  • @kajal_ni_vaato

    @kajal_ni_vaato

    Ай бұрын

    વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. 🙏🙏🙏 આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @divyeshshah5465
    @divyeshshah54652 ай бұрын

    🙏🙏 Namo jinam Dada 🙏🙏

  • @kajal_ni_vaato

    @kajal_ni_vaato

    2 ай бұрын

    🙏🙏 વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @chetnashah5703
    @chetnashah5703Ай бұрын

    Bahut bahut sunder Anu Modana Jaipur se cheta shah

  • @kajal_ni_vaato

    @kajal_ni_vaato

    Ай бұрын

    Request to plz also share this video in your groups so that other people can also get information about our ancient jain triths. Also do not forget to subscribe the channel.

  • @absoig6302
    @absoig6302Ай бұрын

    🙏🙏🙏ખૂબ ખૂબ સુંદર પ્રયાસ.. ખૂબ ખૂબ અનુમોદના 🙏🙏🙏

  • @kajal_ni_vaato

    @kajal_ni_vaato

    Ай бұрын

    વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @mehtavanita62
    @mehtavanita62Ай бұрын

    Bhu j srs

  • @kajal_ni_vaato

    @kajal_ni_vaato

    Ай бұрын

    વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @nitaparekh8015
    @nitaparekh8015Ай бұрын

    Annumodana jai Jinendra 🙏🙏

  • @kajal_ni_vaato

    @kajal_ni_vaato

    Ай бұрын

    વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @chetanshah3371
    @chetanshah3371Ай бұрын

    Khub Khub Anumoda

  • @kajal_ni_vaato

    @kajal_ni_vaato

    Ай бұрын

    વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @nitachandaria1377
    @nitachandaria137720 күн бұрын

    Nice

  • @kajal_ni_vaato

    @kajal_ni_vaato

    19 күн бұрын

    વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @jitendrashah5580
    @jitendrashah558029 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @kajal_ni_vaato

    @kajal_ni_vaato

    29 күн бұрын

    વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @bhartigudka3187
    @bhartigudka31872 ай бұрын

    જય જીનેન્દ્ર કાજલબેન. . આચાર્યશ્રી વિમલસાગર સૂરીજી ના વ્યાખ્યાનમાં જ્યારથી સાંભળ્યુ છે આ તિર્થ વિષે ત્યારથી આ પાર્શ્વનાથ ભગવાન ના દર્શન કરવાની ખૂબજ ઈચ્છા હતી.જે આજે તમારા વિડિયો ના માધ્યમ થી પૂરી થઈછે.એ બદલ તમારો ખૂબખૂબ આભાર.તમારી ખૂબ ખૂબ અનુમોદના કરુ છુ. તમે બહુજ સારુ કામ કરી રહ્યા છો. ત્યા કેવી રીતે જઈ શકાય એ પણ આપે જણાવ્યુ જે ખૂબ જ ઉપયોગી માહિતી છે. 🙏🙏keep it up.🙏

  • @kajal_ni_vaato

    @kajal_ni_vaato

    2 ай бұрын

    વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @bhartigudka3187

    @bhartigudka3187

    2 ай бұрын

    @@kajal_ni_vaato ha, me share karyu chhe.

  • @kamleshmehta5951
    @kamleshmehta59512 ай бұрын

    Annomodna Jai jinendra 🌹🙏🌹🙏🌹🙏

  • @kajal_ni_vaato

    @kajal_ni_vaato

    2 ай бұрын

    વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.

  • @jyotsnamody5331
    @jyotsnamody5331Ай бұрын

    Excellent. Adbhut. Pl give us opportunity of Darshan of 108 Pashwanath. One by one. Would be indebted.

  • @kajal_ni_vaato

    @kajal_ni_vaato

    Ай бұрын

    Thanks a lot for your kind words. Already made some videos of 108 Parshvanath Bhagwan and more in line in some time. Also please do share the videos among family and friends so that more and more people can get the information about our ancient Jain tirths and can visit the tirths and get the Darshan Poojan labh. Do not forget to subscribe the channel. 🙏🙏🙏

  • @sunitcorporation8685
    @sunitcorporation86852 ай бұрын

    24 Tirthankero ne Vandan karu Choo

Келесі